Book Title: Priyankar Nrup Charitra
Author(s): Jinsur Muni
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 42
________________ 38 પ્રિયંકરરૂપ ચરિત્ર. થયું. પલ્લી પતિએ કહ્યું કે- દુષ્ટને આશ્રય કરવાથી અદુષ્ટ (નિ- " દેશ) પર પણ ભયંકર દંડ પડે છે. જુઓ! માકડના આશ્રયથી ખાટલાને લાકડીને માર સહન કરવો પડે છે.” પ્રિયંકર બે કે-“હે સ્વામિન્ ! તથાપિ યોગ્યાયોગને વિચાર કરીને નીતિથી વર્તવું એ રાજધર્મ છે.” આ પ્રકારના તેના વચનથી વિસ્મય પામેલે પલ્લીપતિ કહેવા લાગ્યું કે–“હે પ્રિયંકર ! જે તું મારું કથન માને તો હું તને મુક્ત કરૂં.” પ્રિયંકર બે હે સ્વામિન્ ! કહો.” રાજા બે કે-“મારા સેવકોને ગુપ્ત રીતે તારા ઘરમાં રાખ, કે જેથી તેઓ સમય સાધીને ત્યાંના રાજપુત્ર અને મંત્રીપુત્રને બાંધીને અહીં મારી પાસે લઈ આવે અને તેમ કરીને હું મારું વેર વાળું.” આ પ્રમાણે સાંભળીને પ્રિયંકર મનમાં ખેદ પામીને કહેવા લાગ્યો કે-હે સ્વામિન્ ! આવા પ્રકારનું અકાર્ય હું કઈ રીતે કદાપિ કરીશ નહિ. પિતાની રક્ષાને માટે રાજવિરૂદ્ધ કાર્ય કરી બીજાઓને સંકટમાં હું પાડીશ નહિ. કહ્યું છે કે - अकर्तव्यं न कर्तव्यं, प्राणैः कंठग तैरपि / . તુ જવું, કાળે કંૌપિ સે ? કંઠે પ્રાણ આવેલા હોય પણ અકાય ન કરવું, અને ક8 પ્રાણ આવીને ચાલ્યા જતા હોય તે પણ સુકૃત્ય અવશ્ય કરવું.” વળી રાજવિરૂદ્ધ કાર્ય કરવાથી જીવિતને પણ વિનાશ થાય. કહ્યું છે કે- જે લેકે દેશવિરૂધ્ધ ગામવિરૂદ્ધ અને નગરવિરૂદ્ધ કામ કરે છે તેઓ આજ ભવમાં કલેશ, બંધન અને મરણ પામે છે.” આ પ્રમાણેનાં પ્રિયંકરનાં વચન સાંભળીને કોંધ લાવી રાજાએ પતાના સેવકેને હુકમ કર્યો કે-“અરે સેવકે ! આ વણિકપુત્રને પુનઃ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100