________________ પ્રિયંકરનૃપ ચરિત્ર, મિથ્યા થતી જ નથી. કહ્યું છે કે મહાપુરૂષનાં વચને યુગાંત સુધી પણ અન્યથા થતાં નથી. અગત્ય ઋષિના વચનથી બંધાયેલ વિંધ્યાચલ અદ્યાપિ વૃદ્ધિ પામતું નથી.” વળી હે દેવ! આવું કષ્ટ આવી પડતાં ખરેખર તમારૂં અમને શરણ છે.” આ પ્રમાણેની તેની પ્રાર્થના સાંભળીને દેવ બોલ્યા કે-હે શેઠ! ચિંતા ન કરે, તમારે પુત્ર આજથી પાંચમે દિવસે રાજકન્યા પરણીને આવશે. આ પ્રમાણે દેવવાણી સાંભળીને પાસદત્ત શેઠ નિશ્ચિત થઈ ખુશી થતા ઘેર આવ્યા, અને દેવતાએ કહેલ હકીકત તેણે પિતાની પત્ની પ્રિયશ્રીને કહી સંભળાવી. પછી શ્રેષ્ઠીથી આશ્વાસન પામેલી તે પણ શંકરહિત થઈને ધર્મકાર્યમાં વિશેષ રીતે તત્પર થઈ. - હવે શ્રીપવત પર કેદખાનામાં રહેલ પ્રિયંકરને પ્રભાતે પલ્લીપતિએ પોતાની પાસે બોલાવ્યો અને તેને પૂછયું કે તું કોણ છે? પ્રિયંકરે કહ્યું કે-“હે રાજન ! હું અશોકનગરનો રહેવાસી પાસદત્ત શેઠને પ્રિયંકર નામે પુત્ર છું. પાસેના ગામમાં હું ઉઘરાણી કરવા ગયે હતું, ત્યાંથી પાછા ફરતાં મને તમારા માણસો શામાટે બાંધીને અહીં લાવ્યા તે હું કાંઈ સમજી શકતા નથી.” આ પ્રમાણે સાંભળીને રાજા બોલ્યા કે-અશોકનગરને રાજા અશોકચંદ્ર મારે, શત્રુ છે, તેથી તેના નગરના રહેવાસી બધા નગરવાસીઓ મારા વૈરીજ જાણવા; પરંતુ મારા સેવકેએ તે બીજે ગામ જતાં તે રાજાના મંત્રીના પુત્રને પકડવાને માર્ગ રોક્યા હતા તેને બદલે તું બંધાઈ ગયે. આથી પ્રિયંકર બે કે-“હે સ્વામિન ! તે મને ગરીબને બંધનમાં નાંખવાથી તમને શું લાભ થવાનો છે? આ તે એવું થયું કે-એકના અપરાધમાં બીજાના મસ્તકપર અનર્થો પડ્યા. રાવણના અપરાધમાં સમુદ્રને પર્વતથી બંધાવું પડયું, એના જેવું P.P: AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust