Book Title: Priyankar Nrup Charitra
Author(s): Jinsur Muni
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 53
________________ પ્રિયંકરનૃપ ચરિત્ર. હતી. કહ્યું છે કેબાર વતે કીર્તિ-૪ પુણેન વતે છે વિનોન પુનર્વદ્યા, જુના સર્વે વિવેવાત:* I ? દાનથી કીર્તિ, પુણ્યથી લક્ષ્મી, વિનયથી વિદ્યા, અને વિવેકથી બધા ગુણો વૃદ્ધિ પામે છે.” તે શેઠને ધનશ્રી નામે પત્ની હતી. તેની કુક્ષિથી ઉત્પન્ન થયેલા જિનદાસ અને સોમદાસ નામે બે પુત્ર હતા અને શ્રીમતી નામે એક પુત્રી હતી. એકદા તે ધનદત્ત શ્રેષ્ઠીએ નવીન આવાસ કરવાની ઈચ્છાથી શુભ મુહુર્ત અને શુભ દિવસે પ્રથમ ભૂમિશોધન કરીને વાસ્તુશાસ્ત્રના વિધિથી આવાસ બંધાવવાની શરૂઆત કરી. આ સંબંધમાં કહ્યું છે કે-“કેઈ દેવમંદિરની સમીપે આવાસ કરવાથી દુઃખ ઉત્પન્ન થાય છે, ચતુષ્પથમાં કરવાથી ઘરની હાનિ થાય છે અને ધૂર્ત તથા અમાત્યના ઘર પાસે કરવાથી પુત્ર અને ધનને ક્ષય થાય છે. આવાસમાં ક્ષીરવૃક્ષ ( ર ) નું લાકડું વાપરવામાં આવે તે તે લક્ષ્મીને નાશ કરે છે, કંટકવૃક્ષનું કાષ્ઠ શત્રુ તરફના ભયને આપે છે અને બોરડીનું કાષ્ટ અપત્ય (સંતાન) ને નાશ કરે છે, માટે તેવું કાષ્ટ ન વાપરવું. મૂર્ખ, અધમ, પાખંડીઓના મતવાળા, નપુંસક, કુછી, મદ્યપાની અને ચાંડાળ–એમના પાડેશમાં ન રહેવું. પહેલા અને છેલા પહેર સિવાય બીજા અને ત્રીજા પહેરની વૃક્ષ અને ધ્વજાદિકની છાયા જે ઘર ઉપર આવતી હોય, તે તે નિરંતર દુઃખદાયક થઈ પડે છે. દ્રવ્ય અને પુત્રાદિકની ઈચ્છાવાળા બુદ્ધિમાન માણસે વૃક્ષને છેદીને તેને સ્થાને પિતાને આવાસ ન કરવો, કેમકે વટવૃક્ષ છેદ કરવાથી વ્યંતરો ઉપદ્રવ કરે છે અને આમલીવૃક્ષના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100