________________ - પ્રિયંકરનૃપ ચરિત્ર. જાણતા નથી. આથી રાજાએ ફરીને સિદ્ધને પૂછયું કે હે સિદ્ધ! આજે હું શું ભોજન કરીશ?” તે બોલ્યો કે હે રાજન્ ! આજ તમે મગનું પાણી માત્ર જમશે, અને તે પણ સંધ્યાવખતે જમશે.” રાજાએ કહ્યું કે- એ તો બીલકુલ અસત્ય છે, કારણ કે આજ મારે શરીરે અત્યંત આરોગ્ય વર્તે છે, જવરાદિક કંઈ પણ નથી; અથવા તે હમણાજ સંધ્યા થતાં બધું જણાઈ આવશે.” આ બધી વાત સાંભળીને સભાજનેને પણ આશ્ચર્ય થયું. એવામાં સિધ્ધ પુનઃ કે–“માઘમાસના શુકલપક્ષની પૂર્ણિમા ને ગુરૂવારને દિવસે પુષ્ય નક્ષત્રમાં પ્રિયંકર રાજા થશે, તેમાં કોઈ પ્રકારને સંશય કરશો નહી.” . પછી રાજાએ તે જ ક્ષણે પ્રિયંકરને કેદખાનામાંથી લાવીને પિતને ઘેર ભેજન કરાવ્યું તથા શ્રેષ્ઠ વસ્ત્રાદિકથી તેને સત્કાર કર્યો, અને નેહપૂર્વક તેને પિતાની પાસે રાખ્યો. કહ્યું છે કેકાગડાઓ સર્વત્ર કૃષ્ણ (કાળા)જ હોય છે અને શુક પક્ષીઓ સર્વત્ર લીલાજ હોય છે, તેમ દુઃખી જનેને સર્વત્ર દુઃખ હોય છે અને ભાગ્યવંત જનને સર્વત્ર સુખ જ મળે છે.” પછી રાજાએ ઘણા વખત સુધી તે સિદ્ધપુરૂષની સાથે વાર્તાલાપ કરીને તેને વિસર્જન કર્યો. પછી રાજા સભા વિસર્જન કરી પિતાને ઘેર જઈને બેઠે; અને જમવાની તૈયારી કરે છે તેવામાં તેને અકસ્માતું મસ્તકમાં પીડા થઈ આવી. એ અવસરે રસયાએ આવીને રાજાને વિજ્ઞપ્તિ કરી કે હે સ્વામિન્ ! તમામ રસોઈ તૈયાર થઈ ગઈ છે, માટે ભોજન કરવા પધારે.” રાજાએ કહ્યું કે- હું છેડીવાર રહીને ભોજન કરીશ, અત્યારે મારું મસ્તક દુખે છે. " એમ કહીને તે પલંગ પર સુતો એટલે તેને નિદ્રા આવી ગઈ. પછી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust