________________ 20 - પ્રિયંકરનૃપ ચરિત્ર. (મુખપરની વેલ) થી સમસ્ત ઘરને સુગંધી કરી દેતી હતી, વિવિધ સુગંધયુક્ત પુષ્પોને પિતાના અબડામાં ધારણ કરતી હતી, કાનમાં સુવર્ણકુંડળથી અલંકૃત હતી, કંઠમાં ખેતીની માળાથી સુશોભિત લાગતી હતી, આંગળીઓમાં રત્નજડિત સુવર્ણ મુદ્રિકાઓથી ભૂષિત હતી અને સુવર્ણનાં કંકણથી તેના બંને હાથ ભાયમાન લાગતા હતા. આ પ્રમાણે સર્વાગે અલંકારોથી અલંકૃત હેવાથી તેઓ દેવાંગનાઓ જેવી દીપતી હતી, અને આ પાસદરશેઠની પત્ની પ્રિયશ્રીએ તે નિર્ધન હોવાથી સામાન્ય વસ્ત્ર, જીણું કાંચળી અને જીર્ણ કસુંબી રંગનું વસ્ત્ર પહેરેલું હતું, કાનમાં સીસાના કુંડલે પહેર્યા હતા, તાંબૂલરહિત મુખ હતું, બધા વાળ મલીન દેખાતા હતા, પી તલના કંકણુ અને મુદ્રિકા પહેરી હતી, સ્વજનોમાં આદર ન ( પામતી તે બિચારી ઘરના એક ખુણામાં બેસીને મનમાં અત્યંત લજજા પામી વાસણ માંજવા વિગેરે કામ કરતી હતી. મનમાં વિચારતી કે-“અહો ! જગતમાં કઈ કઈને વલ્લભ નથી. કહ્યું છે કે - પક્ષીઓ ફળરહિત વૃક્ષને, હંસે શુષ્ક સરેવરને, ભમરાઓ ગંધરહિત પુષ્પને, સેવકે રાજભ્રષ્ટ રાજાને, ગણિકાઓ નિર્ધન પુરૂષને અને મૃગલાઓ દગ્ધ વનને તજી દે છે. સર્વ કઈ સ્વાર્થને વશ થઈનેજ રમણતા કરે છે, બાકી વાસ્તવિક કેઈ કેઈને પણ વલ્લભ નથી.” દ્રવ્યથી મદોન્મત્ત થયેલી બીજી બહેને તેને હસતી હતી. બીજા લેકે પણ કહેતા હતા કે:-અહો ! ભગિનીપણું સમાન હોવા છતાં પુણ્ય પાપનું કેટલું બધું અંતર છે! આ બિચારી રાંધવા વિગેરેનું કામ કર્યા કરે છે અને બીજી બહેને રાણીની માફક તેના પર હુ'કમ ચલાવે છે. કહ્યું છે કે જેઓ તપ કે સયંમ આચરતા નથી તેઓ હાથ, પગથી બીજા જનની સમાન હોવા છતાં પુણ્યભાવથી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust