Book Title: Priyankar Nrup Charitra
Author(s): Jinsur Muni
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 25
________________ પ્રિયંકરનૃપ ચરિત્ર. અવશ્ય હીનત્યુ પામે છે. આ પ્રમાણે પિતાની બહેનેએ કરેલ હાસ્ય જોઈને તેમજ લોકોની વાણી સાંભળીને પ્રિયશ્રી મનમાં અતિ ખેદ પામી અને પરાભવને પામતી તે પોતાના મનમાં વિચારવા લાગી કે –“લેકે કુળ કે ગુણોને જોતા નથી, પણ માત્ર ધનને જ જુએ છે. કહ્યું છે કે –જાતિ, વિદ્યા અને રૂ૫-એ ત્રણે કઈ ગિરિગુફામાં સં. તાઈ જાઓ, માત્ર એક ધનજ વૃદ્ધિ પામે, કે જેથી બીજા ગુણો સ્વચમેવ પ્રાપ્ત થાય. અહા ! મેં ખરેખર પૂર્વભવમાં તપ વિગેરે પુણ્યકર્મ કરેલું નથી, તેથી હું નિધન થઈ છું અને આ મારી બહેને એ પૂર્વભવમાં મેટું તપ કરેલું છે, જેથી તેઓ દ્રવ્યાદિક સકળ ભેગની સામગ્રી પામી છે.” - હવે વિવાહ સમાપ્ત થતાં તે સધન બહેનોને માતાપિતાએ રે. શમી વસ્ત્રો તથા આભરણો વિગેરે આપી તેમનો ગરવ સહિત સત્કાર કર્યો, એટલે તેઓ પિતાપિતાને ઘેર ગઈ અને પ્રિયશ્રીને તો માબાપ તથા ભાઈઓએ એક રંગ વિનાની જાડી સાડી આપી, તેથી માનભંગ થઈને તે પિતાના ઘર ભણી ચાલી. રસ્તામાં તે વિચારવા લાગી કેઅરે! માબાપ તથા ભાઈઓએ પણ કેટલું બધું અંતર રાખ્યું? પરંતુ આ સંબંધમાં તેમને પણ કંઈ દેષ નથી; મેં પૂર્વભવે ધર્મકાર્યો કર્યા નથી, તેનું આ ફળ છે. તેથી હવે ભાવથી કરેલ ધર્મજ સહદરતુલ્ય સનેહને વધારનાર છે, માટે તેનું જ મારે શરણ થાઓ.કહ્યું છે કે- ) विघटते सुताः प्रायो, विघटते च बांधवाः // सर्व विघटते विश्वे, धर्मात्मानौ तु निश्चलौ // 1 // " પુત્રો પણ પ્રાયઃ વિઘટી જાય છે, બાંધવો વિઘટે છે અને આ સંસારમાં બીજું સર્વ પણ વિઘટે છે, પરંતુ ધર્મ અને આત્મા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100