________________ પ્રિયંકરનુ૫ ચરિત્ર. સંતુષ્ટ થાય છે અને સર્વ વિદનેને વિનાશ કરે છે. આ પ્રમાણે કહીને તે દેવ અદશ્ય થઈગયે. . - હવે શ્રેણી વિજય મુહૂર્ત નગરમાં પ્રવેશ કરે છે, તેવામાં જમણી બાજુએ ગધેડું નીકળ્યું. કહ્યું છે કે-ગામની બહાર નીકળતાં ડાબી બાજુએ અને પ્રવેશ કરતાં જમણી બાજુએ ગધેડું નીકળે તે શુભ થાય. પછવાડે નીકળે તે ગમન નજ કરવું અને સન્મુખ આવે તે પણ રસ્તામાં વિનકર્તા થાય માટે ન જવું. પ્રથમ શબ્દ હાનિકારક થાય છે, બીજો શબ્દ સિદ્ધિદાયક થાય છે, ત્રીજે શબ્દ જવું જ નહિ અને ચોથે શબ્દ સ્ત્રી સમાગમ થાય છે, પાંચમે શબ્દ ભય થાય, છ શબ્દ કલેશ થાય, સાતમે સર્વ કાર્ય સિદ્ધ થાય અને આઠમે લાભ થાય છે. પછી તે શ્રેષ્ઠી સારે શકુને પોતાના પરિવાર સહિત નગરમાં પ્રવેશ કરી પિતાને ઘેર જઈને સુખે ધર્મ કર્મ કરવા લાગ્યા, અને પ્રિયંકર પુત્ર પણ માતા પિતાના મનોરથની સાથે દિવસે દિવસે વૃદ્ધિ પામવા લાગ્યા. - એવામાં પ્રિયશ્રીના પિતાને ઘેર તેના ભાઈને વિવાહમહેત્સવ શરૂ થયે, તેથી તેને બેલાવવા તેને ભાઈ આવ્યું, એટલે પ્રિયશ્રી પણ પિતાના પતિની આજ્ઞા મેળવીને હર્ષ સાથે પિતાના. ભાઇની સાથે પિતાને ઘેર ગઈ. કહ્યું છે કે-માં, બાપ, પતિ, પુત્ર, અને સહેદર–એ પાંચ સ્ત્રીઓને હર્ષનાં કારણ છે.” આ અવસરે તેની બીજી બહેનો પણ પોતપોતાને ઘેરથી ત્યાં આવી હતી, પરંતુ તે બધી સધન હેવાથી પરિવાર સહિત, અનુચર સહિત અને દાસ, દાસી વિગેરેથી પરવરેલી હતી. રેશમી વસ્ત્રો પહેરેલી હતી અને તાંબૂલથી મુખને સુરભિમય કરીને આવેલી હતી, હીરાથી જડેલા સુવર્ણનાં આભરણથી તે વિભૂષિત હતી, કસ્તુરીની પત્રવલ્લરી P.P. Ac. Gunatnasuri M.S.