________________ પ્રિયંકરનૃપ ચરિત્ર. પણ ન કર. કારણ કે ભરેલાને ખાલી કરતાં અને ખાલીને પૂર્ણ કરતાં વિધાતાને વિલંબ લાગવાને નથી. લક્ષ્મી જળકલેલના જેવી ચંચળ છે, સંગમ આકાશમાં રહેલા વાદળા સમાન છે અને વન વંટેળીયાથી ઉડેલ કપાસ તુલ્ય છે, અર્થાત તે ત્રણેને ચાલ્યા જતાં વાર લાગતી નથી.” પછી શ્રેષ્ઠીએ સન્માનપૂર્વક તેમને વિદાય કરી, એટલે તેઓ પોતપોતાને સ્થાનકે ગઈ. - હવે અહીં પ્રિયંકર સતત ઉદ્યમ અને વિનયપૂર્વક પંડિતની પાસે શાસ્ત્ર શીખવા લાગ્યો. પંડિત પણ તેના વિનયગુણથી રજિત થઈ સમ્યગ્ય રીતે તેને વિદ્યા આપવા લાગે. કહ્યું છે કે–વિનયથી વિદ્યા ગ્રહણ થઈ શકે, પુષ્કળ ધન આપવા વડે ગ્રહણ થઈ શકે અથવા તે વિદ્યા આપીને વિદ્યા મેળવી શકાય; આ સિવાય તેને મેળવવાને ઉપાય નથી.” વળી ચંડાળને પણ સિંહાસન પર બેસારીને શ્રેણિક રાજાએ તેની પાસેથી વિદ્યાનાં પદો માગ્યા–એ સજજન પુરૂષને સવિનય સમજે.” “આદ્ય અવસ્થામાં સર્વ પ્રકારે વિદ્યા મેળવવી, બીજી અવસ્થામાં ધન ઉપાર્જન કરવું અને ત્રીજી અવસ્થામાં ધર્મને સંગ્રહ કરે. ત્યારપછી પ્રિયંકર શ્રી ગુરૂની પાસે ધર્મશાસ્ત્ર શીખવા લાગ્યો. ગુરૂ પણ તેના વિનયગુણથી તેને વિશેષ રીતે શીખવવા લાગ્યા. કહ્યું છે કે - विद्या भवंति विनयाद्विनयाच्च वित्तं, नृणां भवेच्च विनयानिजकार्यसिद्धिः / धर्मो यशश्च विनयाद्विनयात्सुबुद्धि दुःशत्रवोपि विनयात्सुहृदो भवंति // 1 // - " વિનયથી વિદ્યા સિદ્ધ થાય છે, વિનયથી વિત્ત વધે છે, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust