Book Title: Priyankar Nrup Charitra
Author(s): Jinsur Muni
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 36
________________ 32 પ્રિયંકરનૃપ ચરિત્ર. વિનયથી સર્વ પ્રકારની કાર્યસિદ્ધિ થાય છે, વિનયથી ધર્મ અને યશ પ્રાપ્ત થાય છે, વિનયથી સુબુદ્ધિ પ્રાપ્ત થાય છે અને શત્રુઓ હોય તે મિત્ર બની જાય છે.” જે માતપિતાઓ બાલ્યવયમાં પિતાના સંતાનને ભણાવે છે તેઓજ ખરા માબાપ સમજવા. કહ્યું છે કે “રૂપ અને વનથી સંપન્ન હોય અને વિશાળ કુળમાં જન્મ પામ્યા હોય, પણ વિદ્યા વિનાના હોય તે તેવા માણસો ગંધરહિત કેસુડાની માફક શોભતા નથી. પંડિતોમાં સર્વ પ્રકારના ગુણો હોય છે, અને મૂખમાં કેવળ દોષજ હોય છે, માટે હજારે. મૂર્ખા કરતાં એક પ્રાજ્ઞ જન શ્રેષ્ઠ ગણાય છે. વિદ્યા એ માણસનું રમ્યા રૂપ છે, પ્રચ્છન્ન અને ગુપ્ત ધન છે, વિદ્યા ભોગ અને યશને આપવા વાળી છે, વિદ્યા મેટાઓ કરતાં પણ મોટી છે, પરદેશમાં તે બંધુની ગિરજ સારે છે, તે પરમ દેવત છે, તે રાજાઓમાં પૂજાય છે પણ ધન પૂજાતું નથી, માટે વિદ્યાહીન માણસ પશુ સમાન ગણાય છે.” તે પ્રમાણે વિદ્યાનું મહત્વ વિશેષ હોવાથી ગુરૂની પાસે ધર્મશાસ્ત્ર ભણતાં પ્રિયંકર દુર્ગતિના કારણરૂપ મિથ્યાત્વને ત્યાગ કરીને સમ્યફત્વ પામે. કહ્યું છે કે “મિથ્યાત્વ એજ નિબિડ અંધકાર છે, મિથ્યાત્વ એજ ભયંકર શત્રુ છે. વિષ તે એકજ જન્મમાં દુઃખ કારક થાય છે, પણ મિથ્યાત્વ તે હજારે જન્મ સુધી દુઃખકારક નીવડે છે અને તેની ચિકિત્સા પણ થઈ શકતી નથી. સમ્યફવએ વ્રતરૂપ વૃક્ષનું મૂળ છે, પુણ્યનગરનું દ્વાર છે, મોક્ષમહેલની પીઠ છે અને સર્વ સંપત્તિઓનું તે નિધાન છે. દાન, શીલ, તપ, પૂજા, તીર્થયાત્રા, પરમ દયા, સુશ્રાવકત્વ અને વ્રત પાલન–એ જે સમ્યકત્વ પૂર્વક આચરવામાં આવે તેજ મહાફળને આપે છે.” ( આ પ્રમાણે તે પ્રિયંકર સમ્યકત્વ, રત્નત્રય, નવ તત્વ અને P.P. Ac. Gunratnasuri M.S. . Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100