Book Title: Priyankar Nrup Charitra
Author(s): Jinsur Muni
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 30
________________ પ્રિયંકરનૃપ, ચરિત્ર. અને શેકના સમયમાં તે જનની સમાન થાય છે અને શય્યામાં કામિની થાય છે. અહો ! ત્રણે લોકમાં પણ પુરૂષને ભાર્યા સમાન કઈ બાંધવ નથી.” પછી ધનની પ્રાપ્તિ થતાં શ્રેષ્ઠીએ પિતાને ઘેર દાસ, દાસી, ગાય, ભેંશ અને અશ્વાદિક પરિવાર વધાર્યો અને કુટું બીઓને પણ વારંવાર ભેજનાદિક કરાવવાથી કુટુંબમાં પણ તેનું મહત્વ વૃદ્ધિ પામ્યું. કહ્યું છે કે - गौरवं प्राप्यते दाना-न तु द्रव्यस्य संग्रहात् / स्थितिरुच्चैः पयोदानां, पयोधीनामधः पुनः // 1 // “દ્રવ્યના દાનથી ગૌરવ પ્રાપ્ત થાય છે, માત્ર તેને સંગ્રહ કરવાથી ગૌરવ પ્રાપ્ત થતું નથી. કારણ કે મેઘ જળ આપે છે તેથી તેની ઉંચે સ્થિતિ છે અને સમુદ્ર જળ નથી આપતા માટે તેની અધઃસ્થિતિ છે.” વળી “વિધાતાએ જેમને નિર્ધન બનાવ્યા છે તેમને વિધિ પ્રતિકૂળ હોય છે, પણ દ્રવ્ય છતાં નથી આપતા તેમનાથી તે વિધાતા વધારે પ્રતિકૂળ હોય છે. સમૃધ્ધ છતાં કૃપણ હોય તે આશ્રિત જને તેની પાસે જઈને શું કરે કિંશુકનું વૃક્ષ ફલિત થાય છતાં પણ સુધિત શુક તેની પાસે જઈને શું કરે? કેમકે તે કાંઈ ખાદ્ય આપતું નથી.” આ પ્રમાણે સુખવિલાસ કરતાં તેમને પ્રિયંકર પુત્ર પણ વૃદ્ધિ પામી આઠ વર્ષનો થયો, એટલે તેને લેખશાળા ( નિશાળ ) માં મોકલવા શ્રેષ્ઠીએ શુભ મુહર્તા જેવરાવ્યું. કહ્યું છે કે-“શુભ વેળાએ કરેલ કાર્ય વૃદ્ધિ અને લાભ આપનાર થાય છે. જુઓ, સારે અવસરે ગણધરપદપર સ્થાપન કરેલા ગતમસ્વામી સર્વ લબ્ધિના ભંડાર થયા.” પછી તેના મહોત્સવનિમિત્તે શ્રેષ્ઠીએ સ્વજનોના ગારવા માટે પિતાને ઘેર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100