________________ 28 પ્રિયંકરનૃપ ચરિત્ર. અને સાંભળી પ્રિયશ્રી કહેવા લાગી કે– સ્વામિન્ ! અપકારપર ઉપકાર કરવો એ ઉત્તમ જનનું મુખ્ય લક્ષણ છે. કહ્યું છે કે આ કળિકાળમાં કૃતન અને તુચ્છ જનો તે બહુ જોવામાં આવે છે, પણ અપકારપર પણ ઉપકાર કરનારા એવા કૃતજ્ઞ અને ઉત્તમ જને તે વિરલાજ દેખાય છે.” આ પ્રમાણેની પિતાની પ્રિયાની પ્રેરણાથી શ્રેષ્ઠીએ તેના ભાઈઓ અને બહેનને બોલાવવા પોતાના માણસો મોકલ્યા. તે ત્યાં ગયા સેવકે પણ ધનથી ઉન્મત્ત થયેલા તેના ભાઈઓ તથા બહેનેએ તેમની સમ્યક પ્રકારે બરદાસ પણ ન કરી. કહ્યું છે કે - બહ વિષને ભાર છતાં પણ શેષનાગ ગાજતો નથી, અને લેશ માત્ર વિષ હોવા છતાં વીંછી પિતાનો કંટક ઉંચે ને ઉં. ચોજ રાખે છે. વળી ભક્ત (લેજન) પર દ્વેષ, જડ (જળ) માં પ્રીતિ, અરૂચિ, ગુરૂલંઘન અને મુખમાં હમેશાં કટુતા—એ જવર રેગવાળાની જેમ ધનવાનને પણ હોય છે. દારૂડીયાની જેમ ધનવાનેને બીજા ટેકે આપે ત્યારે ચાલી શકે છે, પગલે પગલે ખલના પામે છે અને અવ્યક્ત વચનો બોલે છે. પછી તે સેવકોએ જ્યારે ત્યાં આવવાને માટે નિમંત્રણ કર્યું, ત્યારે તે ભાઈઓ અને બહેનો કહેવા લાગ્યાં કે–અહે! જન્મથી આજ પર્યત તો તે બહેનનું ઘર અમે જોયું પણ નથી, અને આજ એવું શું કારણ આવી પડયું? એટલે તે સેવકે બોલ્યા કે શેઠના પુત્રને નિશાળે મોકલવા નિમિત્તે ઉત્સવ ચાલુ કર્યો છે. તે ઉત્સવમાં તમને સર્વેને તમારી બહેને બેલાવ્યા છે. આ પ્રમાણે સાંભળી તેમણે કહ્યું કે તમારે અમારી બહેનને 1 ગુરૂનું ઉલ્લંઘન કરવું. પક્ષે મોટી લાંઘણે કરવી. . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust