Book Title: Priyankar Nrup Charitra
Author(s): Jinsur Muni
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 31
________________ પ્રિયંકરનૃપ ચરિત્ર. 27 મિષ્ટાન્નાદિક બધી સામગ્રી તૈયાર કરાવી. તે વખતે અવસરને જાવ નારી પ્રિયશ્રીએ શ્રેષ્ઠીને કહ્યું કે-હે સ્વામિન્ ! મારા ભાઈના વિવાહ મહોત્સવમાં મારી બહેને મારા પર બહુ હસી છે અને મારું બહુ અપમાન કર્યું છે, પરંતુ આ અવસરે જે મારી માતા, બહેને, પિતા તથા ભાઈ વિગેરેને સપરિવાર અહીં બોલાવીને વિવિધ ભેજન અને વસ્ત્રાદિકથી સત્કાર કરવામાં આવે તે સારૂં.” આ પ્રમાણે સાંભળીને શ્રેષ્ઠીએ વિચાર કર્યો કે- અહે આ મારી ભાર્યા ખરેખર કુલીન અને ભાગ્યવતી છે, જેથી પોતાનું અપમાન કરનારાઓને પણ સત્કાર કરવા ઈચ્છે છે. કહ્યું છે કેસતી, સુરૂપવતી, સુભા, વિનીત, પ્રેમાદ્રિ હૃદયવાળી, સરલ સ્વભાવવાળી અને નિરંતર સદાચારના વિચારમાં દક્ષ—એવી પત્ની પુણ્યગેજ પ્રાપ્ત થાય છે. વળી–ઉગ્ર, દુર્વિનયી, કલહ કરનારી, શ્યામ (કાળી), ગુહ્ય વાત પરને કહી દેનારી, નિદ્રાસક્ત, પતિ પહેલાં જમી લેનારી, વિકથા કરનારી, લજજાહીન, ચેરી કરવાના સ્વભાવવાળી, ઘરને બારણે બેસી રહેનારી, ગુણહીન, દાંત કરડનારી, શાચરહિત હાથ પગવાળી, કૃપણ અને બીજાને ઘેર બેસી રહેનારી–એવી સ્ત્રીને દુષ્ટ સ્ત્રી સમજવી.” તે પાપગે પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે વિચાર કરતા શેઠને પ્રિયશ્રી કહેવા લાગી કે હે સ્વામિન! ધનથી ગર્વિષ્ઠ થયેલા એવા તેમને અત્યારે પુણ્યફળ દર્શાવવાને અવસર છે.” શ્રેષ્ઠીએ કહ્યું કે હે પ્રિયે ! તે ધનગવિચ્છેને સ્નેહ દર્શાવી ગૌરવ કરવું શા કામનું ? જેમ તેમણે કર્યું તેમ આપણે પણ કરવું યોગ્ય છે. કહ્યું છે કે-જે જેમ કરે તેના પ્રતિ તેમ કરવું. જે હસે તેના પ્રતિ હાસ્ય કરવું. કારણ કે વેશ્યાએ શુકની પાંખ, તેડી એટલે શુકે તેનું મસ્તક મુંડાવ્યું. આ પ્રમાણેનાં પતિનાં વ rat

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100