Book Title: Priyankar Nrup Charitra
Author(s): Jinsur Muni
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 28
________________ 24 પ્રિયંકરનૃપ ચરિત્ર. . મિન ! એ નિધાન તે રાજાનું જ થાય, તથાપિ તેમાંથી સ્વલ્પ આ શેઠને પણ આપવું જોઈએ. ? આ પ્રમાણે સલાહ મળવાથી તે ધન લેવા રાજા જેવો પિતાનો હાથ પસારે છે, તેવામાં તે નિધાનમાંથી અકસ્માત્ વાણી પ્રગટ થઈ આ શ્રેષ્ઠી વિના જે કઈ આ નિધાન લેશે તે અવશ્ય ભસ્મ થઈ જશે. આ પ્રમાણેની વાણી સાંભળીને રાજેદિક સર્વે ભય પામીને તેનાથી દૂર થઈ ગયા, અને કહેવા લાગ્યા કે “આ નિધાન ખરેખર ! કેઈ વ્યંતરથી અધિષ્ઠિત થયેલું લાગે છે, માટે તે આ શેઠનેજ આપી દ્યો. આ પ્રમાણે કહીને પછી રાજાએ પાસદત્ત શેઠને પૂછ્યું કે “હે શેઠ! તમે આ નિધાન જોયું, ત્યારે ત્યાં કોઈ પણ માણસ હતું? અથવા તો પહેલાં કેઈએ ત્યાં કઈ માણસને જોયું કે સાંભળ્યું હતું?” શ્રેષ્ઠીએ કહ્યું કે-“હે રાજન ! આ નિધાનની વાત હું જાણું છું તથા મારી સ્ત્રી જાણે છે, તે સિવાય બીજું કઈ જાણતું નથી.” રાજાએ કહ્યું કે–તો મારી આગળ તમે શા માટે કહ્યું?” શ્રેષ્ઠીએ કહ્યું કે - હે રાજન્ ! પરધન ન લેવાને માટે નિયમ છે અને ભૂમિ સંબંધી જે હોય તે બધું રાજાનું જ ગણાય, માટે તેમાંથી જે નિધાનાદિ નીકળ્યું હોય તે પણ બધું રાજાનું જ ગણાય. તેથી તે ગ્રહ ન કરતાં તે વાત મેં આપને નિવેદન કરી. કહ્યું છે કે કેઈનું પડી ગયેલું, વિસરી ગયેલું, ખોવાઈ ગયેલું, રહી ગયેલું, કેઈએ રાખેલું અને પેવેલું એવું દ્રવ્ય અદત્ત ન લેવું, એટલું જ નહિ પણ વગર આપ્યું તૃણ માત્ર પણ ન લેવું” વળી હે રાજેન્ ! ગૃહસ્થને વ્યવહારશુદ્ધિપૂર્વકજ ધન ઉપાર્જન કરવું ઉચિત છે. કહ્યું છે કે-“શુદ્ધ વ્યવહારથી ઉત્પન્ન થયેલું ધનજ શુદ્ધ છે અને તેવા શુદ્ધ દ્રવ્યથીજ ધાન્ય, દેહ, પુત્ર અને ધર્માનુષ્ઠાન શુદ્ધ થાય છે.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100