________________ પ્રિયંકરનુ૫ ચરિત્ર. તે નિશ્ચલ જ છે. (તે વિઘટતા નથી )." આ પ્રમાણે વિચારતી પ્રિયશ્રી શ્યામસુખી થઈને ઘેર આવી, એટલે અંતરમાં રહેલ પશ્ચારાપરૂપ અગ્નિને અશ્રુજળથી જાણે સિંચતી હોય એવી પિતાના હદયસ્થળને આદ્ર કરતી તે પાસદત્ત શેઠના જોવામાં આવી. શ્રેષ્ટીએ તેને પૂછયું કે-હે પ્રિયે! આજ કેમ તું વિષાદવતી (ખિન્ન) લાગે છે ? શું તારૂં કેઈએ અપમાન કર્યું છે અથવા તારે શરીરે કંઈ બાધા થાય છે?” આ પ્રમાણે શ્રેષ્ઠીએ પૂછ્યું, છતાં તે કાંઈ બોલી નહિ. કારણ કે કુલીન સ્ત્રીઓ પિતાને ઘેર યા સાસરાને ઘેર થયેલ અપમાન કદાપિ કેઈની આગળ પણ પ્રકાશતી નથી. કહ્યું છે કે - ‘કુલીન સ્ત્રીઓ પીડા પામી સતી પારકી વાત કરતી નથી, સાધારણ (મધ્યમ) સ્ત્રીઓ જ ઘરમાં પરસ્પર કલહ કરાવે છે. છેવટે ભર્તારે બહુ આગ્રહથી પૂછયું, એટલે તેણે પોતાનું સર્વ વૃત્તાંત કહી બતાવ્યું. કેમકે - પતિ s: તિવ, તિઃ હવામી vtતા છે જુવે તુવે ધીળાં, શરણં પતિદેવ દિ છે " કુલીન સ્ત્રીઓને પતિ પૂજ્ય છે, પતિ દેવ છે, પતિજ સ્વામી છે અને પતિજ ગુરૂ છે, સુખ કે દુઃખમાં શરણ પણ પતિજ છે.” તેની બધી વાત સાંભળીને પાસદત્તે કહ્યું કે હે ભદ્ર! મારા જાણુંવામાં આવ્યું કે-દારિદ્રજ એક તારા અપમાનનો હેતુ છે. કહ્યું છે કે ईश्वरेण स्मरो दग्धो, लंका दग्धा हनूमता / न केनापीह दारियं, दग्धं सत्यवताप्यहो // 1 // મહાદેવે કામદેવને દગ્ધ કર્યો અને હનૂમાને લંકાને દગ્ધ કરી; પરંતુ અહે! કેઈપણ સાત્વિક પુરૂષે આ દારિદ્રને દબ્ધ ન કર્યું.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust