________________ 18 પ્રિયંકરનૃપ ચરિત્ર. પુનઃ પ્રગટ થયેલ આકાશવાણી સાંભળીને તે બંને દંપતી અત્યંત હર્ષ પામ્યા. શ્રેષ્ઠીએ ચારે બાજુએ તથા ઉપર આકાશમાં જોયું, પણ દેવાદિક કેઈ જેવામાં ન આવ્યું, એટલે તેણે પિતાની પ્રિયાને કહ્યું કે–પુણ્ય વિના પ્રાણીને દેવદર્શન પ્રાયઃ ન થાય. કહ્યું છે કે જેનું પૂર્વકૃત પુણ્ય ઉત્કૃષ્ટ હોય તેને જ દેવતાઓ પ્રત્યક્ષ થાય છે. જુઓ ! તીર્થકરોના કલ્યાણકમાં સંખ્યાબંધ દેવતાઓ સેવા કરવા તત્પર થાય છે. આ પ્રમાણે પ્રિયાને કહીને ફરી શેઠ બોલ્યા કે-આ દેવ કેણ છે કે જે અદશ્ય રહીને મારું આવા પ્રકારનું સમીહિત કહે છે?” આ પ્રમાણે સાંભળીને એક દેવ ત્યાં પ્રગટ થઇ શેઠને કહેવા લાગ્યો કે- હે શ્રેષ્ઠિન ! હું તારો પૂર્વને પુત્ર મરણ પામીને દેવતા થયે છું. તે વખતે તમે કહેલ નમસ્કાર મહામંત્રના શ્રવણથી હું ધરણુંદ્રના પરિવારમાં દેવતા થયે છું અને આ આમ્રવૃક્ષને હું અને ધિષ્ઠાયક છું. તમારા સનેહના વશથી મારા આ ભાઈને રાજ્યની પ્રાપ્તિ થશે ત્યાં સુધી હું સહાય કરીશ. આ મારે ભાઈ મહાભાગ્યવંત છે, માટે માટે હવે તમારે કશી જાતની ચિંતા ન કરવી; પરંતુ આ બાળકને મારું નામ આપવું કે જેથી તે દીર્ધાયુષી થાય.” આ પ્રમાણે સાંભળીને શેઠ બોલ્યા કે– હે દેવ ! તમારું શું નામ છે ?" દેવે કહ્યું કે-“મારું નામ પ્રિયંકર છે. એટલે શ્રેષ્ઠીએ પણ દેવનું કથન અંગીકાર કરીને પોતાના પુત્રનું પણ પ્રિયં કર એવું નામ રાખ્યું. પુનઃ દેવે કહ્યું કે હે શ્રેષ્ઠિન ! સંકટવ- ખતે અહીં આવીને આ વૃક્ષની આગળ “પાદિક કરીને કાર્ય નિવેદન કરજે, કે જેથી હું તમારી આશા તત્કાળ પૂર્ણ કરીશ. કહ્યું છે કેભેગથી દેવતાઓ, ભેગથી વ્યંતરે અને ભોગથી ભૂતપ્રેતાદિક P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust