Book Title: Priyankar Nrup Charitra
Author(s): Jinsur Muni
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 20
________________ પ્રિયંકરનૃપ ચરિત્ર. મેટે લાભ થશે. કહ્યું છે કે–ગમન કરતાં શ્વાન જે કાન ખંજવાળ જોવામાં આવે તે દ્રવ્યને લાભ અને મહત્વ પ્રાપ્ત થાય છે.” પછી શ્રેષ્ઠી તે શુકન પાઠકને યચિત દ્રવ્યાદિ આપીને અને શકુનની ગાંઠ બાંધીને પિતાના પરિવાર સહિત આગળ ચાલ્યું. અનુક્રમે અશોકપુર નગરની પાસે આવી પહોંચ્યા, એટલે શ્રેષ્ઠીએ પિતાની પ્રિયાને કહ્યું કે “હે વલ્લભે ! અહીં વાડીમાં જોજન કરીને આપણે નગરમાં પ્રવેશ કરીએ.” કહ્યું છે કે अभुक्त्वा न विशेद् ग्राम, न गच्छेदेककोऽध्वनि / ग्राह्यो मार्गे न विश्रामः, पंचोक्त कार्यमाचरेत् // 1 // ભોજન કર્યા સિવાય ગામમાં પ્રવેશ ન કરવો, માગે. એકલા ન જવું, રસ્તાની વચમાં વિશ્રામ ન લેવો અને પંચ કહે તે કામ કરવું. " પછી શ્રેષ્ઠીએ પિતાની પ્રિયા અને પુત્ર સહિત એક આમ્ર વૃક્ષ નીચે વિસામે લઈ દેવપૂજા કરીને જોજન કર્યું. અને ત્યાં આમ્રતરૂની છાયામાં ક્ષણવાર વિશ્રાંતિ લઈને શેઠ પિતાના મનમાં વિચારવા લાગ્યું કે–“અહો ! આ આમ્રવૃક્ષ પણ પરોપકાર કરે છે, અને હું તે નિર્ધનપણથી કિંચિત્ પણ પરોપકાર કરવાને અસમર્થ છું. કહ્યું છે કે - मंजरीभिः पिकनिकर, रजोभिरलिनं फलैश्च पांथगणम् / मार्गे सहकार सततमुपकुर्वन्नंद चिरकालम् // 1 // મંજરીઓથી કોકિલાઓને, રજકણોથી ભમરાઓને અને ફળથી રસ્તે જતા મુસાફરોને નિરંતર પ્રસન્ન કરતા એવા હે આમ્રવૃક્ષ ! તું ચિરકાળ આનંદ પામ. " હવે નગરમાં જઈને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100