________________ પ્રિયંકરપ ચરિત્ર. 15 છે તે સંપત્તિની સાથે સુખ પામે છે. ગાય, અશ્વ, રાજા, ગર્જ હાથી) અને દેવ–એ શિવાય બીજી વસ્તુ સ્વપ્નમાં જે કૃષ્ણ વર્ણવાળી જોવામાં આવે છે તે બધી અપ્રશસ્ત છે અને કપાસ - તથા લવણ શિવાય બીજું શ્વેત વર્ણવાળું જે કાંઈ જોવામાં આવે તે બધું પ્રશસ્ત છે. સ્વપ્નમાં માણસને દેવતા, ગુરૂ, ગાય, પિતા, સંન્યાસી અને રાજા જે પ્રમાણે કહે છે તે પ્રમાણે થાય છે.” આ પ્રમાણે પતિનાં વચન સાંભળીને પ્રિયશ્રી પ્રમુદિત થઈને ત્યાં જ સુખે રહી અને દિવસે વ્યતીત કરવા લાગી. પછી સંપૂર્ણ સમયે સારે નક્ષત્ર અને સારે લગ્ને તેને પુત્રની પ્રાપ્તિ થઈ, એટલે શ્રેષ્ઠીએ પણ પિતાની સ્થિતિ પ્રમાણે સંક્ષેપથી તેને જન્મોત્સવ કર્યો. હવે કેટલાક દિવસ પછી પિતાના પુત્ર તથા પ્રિયાની સાથે અશેકપુર ભણી જવાને ઈચ્છનાર શ્રેષ્ઠી શુભ દિવસે અને શુભ મુહર્ત માર્ગમાં સારા શુકનની પ્રતીક્ષા કરતે ઉભો રહ્યો; તેટલામાં એક કુતરે મુખમાં કંઈક ખાવાનું લઈને જમણી બાજુથી ડાબી બાજુએ ચાલ્યું. તે વખતે શ્રેષ્ઠીએ શકુન પાઠકને પૂછ્યું કે આ શુકન કેવા પ્રકારનું છે ? " તેણે કહ્યું કે “હે શ્રેષ્ઠિન ! એ શુકન શુભસૂચક છે. નગરમાં જતાં તમને સર્વ પ્રકારની સિદ્ધિ થશે.” કહ્યું છે કે- ગમન કરતાં રસ્તામાં શ્વાન જે અશુચિ પદાર્થનું ભક્ષણ કરતો જોવામાં આવે તો જેનારને અશન પાન વિગેરે મિષ્ટ પદાર્થોની પ્રાપ્તિ થાય છે. જે શ્વાનના મુખમાં ધાન્ય હોય તો લાભ મુખમાં વિષ્ટા હોય તો સુખ અને મુખમાં જે માંસ ભક્ષણ કરતો જોવામાં આવે તે તરત રાજયની પ્રાપ્તિ થાય છે..” એવામાં તેજ શ્વાન પિતાના કાન ખંજવાળવા લાગે. એટલે શકુનપાઠકે શ્રેષ્ઠીને કહ્યું કે-“ હે શેઠ ! તમને અત્યંત P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust