Book Title: Prekshadhyana Kayotsarga Author(s): Mahapragna Acharya Publisher: Anekant Bharati Prakashan View full book textPage 9
________________ એ પ્રમાણે આજને યુગ પુષ્કળ સક્રિયતાને અને દોડાદોડને છે. વધારે પડતી સક્રિયતાથી પુષ્કળ શક્તિને નાશ થાય છે તથા જીવનશક્તિને પણ પુષ્કળ વ્યય થાય છે. વધારે પડતી સક્રિયતાથી શ્વાસની ગતિ પણ વધુ તીવ્ર બને છે અને તે શક્તિના વ્યયનું પણ કારણ બને છે. જે આજે માનવી શરીરને સ્થિર રાખવાનું અને લાંબા-દીર્ધ શ્વાસ લેવાનું શીખી લે તે ઘણી જ મુશ્કેલીઓમાંથી તે ઉગરી શકે. આજે પ્રવૃત્તિશીલ યુગમાં, કાયેત્સર્ગ આ બધાનું રામબાણ ઔષધ છે. તેનાથી ઘણી બધી મુશ્કેલીઓથી બચી શકાય છે. પ્રવૃત્તિ–આધિક્યમાં અથવા અતિવ્યસ્તતાના કારણે આપણે અનેક પ્રકારની માનસિક વિકૃતિઓ અને શારીરિક રંગેના બેગ બનીએ છીએ. તે બીમારીઓથી બચવાને એકમાત્ર ઉપાય છેઃ કાયાની સ્થિરતા, શિથિલીકરણ. મનકાયિક રોગને ઉપચાર : સામાન્યરૂપે આજે બધા જ પ્રતિષ્ઠિત તેમજ નિષ્ણાત ડોકટરે એવું માને છે કે ધ્યાન અને કાર્યોત્સર્ગ એવે શક્તિશાળી કીમિ છે કે જેનાથી રોગના નિવારણની સાથે સાથે સ્વાસ્યનું સંરક્ષણ થાય છે. હવે તે એવાં અકાય વૈજ્ઞાનિક પ્રમાણે પ્રાપ્ત થયાં છે જે આ વાતની સાક્ષી છે. કે ધ્યાન અને કાર્યોત્સર્ગના માધ્યમથી તનાવજનિત વિભિન્ન પ્રકારના રોગોનું નિવારણ થઈ શકે છે. હાઈપરટેન્શન, હાઈ બ્લડપ્રેશર, હાર્ટએટેક, નાડીતંત્રીય અસ્તવ્યસ્તતા (નર્વસ બ્રેકડાઉન), પાચનતંત્રીય અસર (પેપ્ટિક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66