________________
શિથિલીકરણ પણ ધ્યાન જ છે. શરીર સ્થિર થાય છે ત્યારે કાયિક ધ્યાન થાય છે. કાયિક ધ્યાન જ બધાં ધ્યાનનું મૂળ છે. જ્યાં સુધી કાયિક ધ્યાન નથી થતું ત્યાં સુધી વાચિક ધ્યાન સંભવિત નથી. ને માનસિક થાન તે શક્ય જ નથી. શરીરની સ્થિરતા વગર શ્વાસની સ્થિરતા થઈ શકતી જ નથી અને શ્વાસની સ્થિરતા વગર મનની સ્થિરતા કદી સંભવી શકતી નથી. મનને સ્થિર કરવું હોય તે શ્વાસને સ્થિર કરે અત્યંત જરૂરી છે, અને શ્વાસને સ્થિર કરવા માટે શરીરને સ્થિર કરવું પ્રથમ જરૂરી છે. એટલા માટે જ ધ્યાનનાં આધારભૂત તમાં સૌથી મહત્વનું તત્ત્વ કાયાની-શરીરની સ્થિરતા, કાત્સર્ગ યા કાયગુપ્તિ છે.
માનસિક પ્લાન સુધી પહોંચવું તે ખૂબ મુશ્કેલ છે. તેને કરતાં તે કાયિક ધાન સુધી પહોંચવું સહેલું છે. સાધકને માટે પ્રથમ પગથિયું– પાન તે કાયિક સ્થિરતા યા શિથિલીકરણનો અભ્યાસ છે. જેણે કાયિક સ્થિરતામાં પ્રાવીણ્ય મેળવ્યું, અભ્યાસ કર્યો તે જ માનસિક સ્થિરતા સુધી પહોંચવાની તાકાત-ક્ષમતા પ્રાપ્ત કરી શકશે સંપૂર્ણ મસ્તિષ્ક તનાવમુક્ત બને, કોઈ પણ પ્રકારનું ટેન્શન-તનાવ ન રહે, જ્ઞાનતંતુઓ તદ્દન સ્થિર થઈ જાય, તેમાં સહેજ પણ તનાવ ન રહે, માંસપેશીઓ લચીલી બને, તદ્દન ઢીલી બને –સખ્ત મજબૂત, જકડ માંસપેશીઓ અવરોધ ઉત્પન્ન કરે છે. માટે જ તેને લચીલી કરવી અત્યંત આવશ્યક છે. કડ૨જ પણ તદ્દત લચીલી બને અને તેમાં સહેજ પણ તનાવ ન રહે. શરીરનું પ્રત્યેક અંગ-અવયવ તનાવથી મુક્ત બને; કેઈ
- 11
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org