________________
(૬) સ્વાયત્ત નાડીસસ્થાનના અનુકમ્પી વિભાગ ;
આ વિભાગ આપત્તિની પરિસ્થિતિમાં વ્યક્તિને આક્રમણ માટે અથવા ભાગવા માટે અંતિમ સ્વરૂપે તૈયાર કરે છે. – શારીરિક સ્થિતિએ :
ઉપર્યુક્ત તંત્રના સંયુક્ત કાર્યકલાપ દ્વારા શરીરની અંદર થનાર શારીરિક સ્થિતિના ક્રમ આ પ્રકારે થશે:
૧. પાચન ક્રિયા મંદ થઈ જાય છે અથવા તેા બિલકુલ સ્થગિત થઈ જાય છે.
ર. લાળ ગ્રંથિની કાર્ય--સ્થગિતતાથી માં સુકાઇ જાય છે. ૩. ચયાપચયની ક્રિયામાં ઝડપ આવી જાય છે. ૪. શ્વાસ ઝડપથી ચાલવા માંડે છે તથા હાંકું ચઢવા માંડે છે. ૫. યકૃત દ્વારા સંગ્રહિત ખાંડને વિશેષ પ્રમાણમાં લેાહીના પ્રવાડુમાં છેડે છે, જેના માધ્યમથી તેને હાથ-પગની માંસપેશીઓમાં પહાંચાડવામાં આવે છે.
૬. શરીરના જે જે ભાગામાં વધારે લેાહીની જરૂરત હાય ત્યાં તેને પહેાચાડવા માટે હૃદયના ધબકારા વધી જાય છે. ૭. લાહીનું દબાણ (રક્ત-ચાપ) વધી જાય છે.
આ બધાં પરિવર્તને સિવાય બીજાં પણ અનેક જટિલ પરિવર્તના થાય છે. સંકટની પરિસ્થિતિ પૂર્ણ થતાં જ ખેંચાચેલી માંસપેશીઓને શિથિલ, સામાન્ય પ્રવૃત્તિને ફરી ચાલુ કરવી તથા શાંતિપૂર્ણ પરિસ્થિતિને ફરી પ્રાપ્ત કરવી વગેરે જવાબદારી, સ્વયંચાલિત નાડીતંત્રના ખીજા વિભાગા—પરાનુ કમ્પી સંસ્થાન પર છે.
Jain Education International For Privatelipersonal Use Only www.jainelibrary.org