________________
• પાંચ •
- -
કાયોત્સર્ગનું પરિણામ
-
સમજદાર મનુષ્ય કોઈ પણ કાર્ય પરિણામફળને વિચાર કર્યા વગર કરતું નથી. સાધક પણ પ્રથમ એ વિચારે છે કે કાત્સર્ગની સાધના કરવાથી તેનું પરિણામ શું આવશે? કેઈ પણ શ્રમનું ફળ એ તે ખૂબ મહત્ત્વની બાબત છે. કાયત્સર્ગની સાધનાનાં અનેક સુફળો-પરિણામ પ્રાપ્ત થાય છે. આ પ્રકરણમાં આપણે શારીરિક, માનસિક, આધ્યાત્મિક વગેરે દષ્ટિથી પ્રાપ્ત થનાર પરિણામે વિશે ચર્ચા કરીશું, જેમાં તનાવમુક્તિ, ચિત્તની એકાગ્રતા, જ્ઞાતા-દષ્ટ ભાવને વિકાસ, ચૈિતન્યને સાક્ષાત્કાર, પ્રજ્ઞાનું જાગરણ વગેરે ઉલ્લેખનીય બાબતેની પણ ચર્ચા કરીશું.
ચાર અવસ્થાઓ
કાયેત્સર્ગની પ્રથમ અવસ્થામાં સ્થિરતા પ્રાપ્ત થાય છે. શારીરિક સ્તરે તનાવમુક્તિને અનુભવ થવા માંડે છે, તથા કેટલાક મન કાયિક રોગોમાં પ્રત્યક્ષ રીતે લાભ-સુધારાના અનુભવ થાય છે.
56
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org