________________
સૂક્ષ્મ શરીરની ઘટનાઓનું જ્ઞાન
અધ્યાત્મ સાધના કરનાર વ્યક્તિએ અધ્યાત્મના નિયમેથી પરિચિત થવું અત્યંત આવશ્યક છે. સૌથી પ્રથમ અને સૌથી મહત્ત્વને નિયમ છે કે શરીરની સ્થિરતા, કાત્સર્ગ. કાયેત્સર્ગ થાય છે અને શ્વાસદર્શન થાય છે. કાર્યોત્સર્ગ થાય છે ને શરીરપ્રેક્ષા આપમેળે જ થઈ જાય છે. શરીરમાં થનાર કંપન, પ્રકંપન પણ આપમેળે જ પ્રકટ થાય છે. કાયેત્સર્ગ સધાય છે, વિચારદર્શન થાય છે, શરીરની સ્થિરતા આવે છે ને શરીરના પ્રત્યેક અવયવની સ્થિરતા અનુભવાય છે. પ્રત્યેક કેશિકાની સ્થિરતાને અભ્યાસ થાય છે અને પછી તે કેશિકામાં ક્યાં, શું થઈ રહ્યું છે તેને ખ્યાલ આવવા માંડે છે, તે ઘટના થઈ રહી છે તે પણ જાણવા-જોવા મળે છે. નાડી–સંસ્થાનમાં, ગ્રંથિ–સંસ્થાનમાં જે કાંઈ થઈ રહ્યું હોય છે, વિદ્યુતપ્રવાહમાં જે ગતિ થઈ રહી હોય છે, રસાયણ કેવી વિવિધ રીતે પરિવર્તન પામી રહ્યાં હોય છે અને કેવી રીતે રસાયણ બની રહ્યાં હોય છે એ બધી જ ઘટનાઓ કાર્યોત્સર્ગ દ્વારા આપણને માલુમ પડે છે. કાર્યોત્સર્ગ જેમ જેમ પ્રગાઢ બને છે, જમ જેમ શરીરની સ્થિરતા સધાય છે તેમ તેમ જાગરૂકતા વધતી જાય છે. ચેતના નિર્મલ–પવિત્ર બને છે અને આ સ્થૂળ શરીરને અતિક્રમી જે સૂક્ષ્મ શરીર છે તેમાં ઘટિત થઈ રહેલ ઘટનાઓનું પણ દર્શન થવા માંડે છે. [] જ્ઞાતા-દષ્ટાભાવનું જાગરણ
જ્યારે કાર્યોત્સર્ગ સધાય છે ત્યારે શરીરની સંપૂર્ણ ચંચળતા સમાપ્ત થાય છે એટલું જ નહિ, પરંતુ સાધક
60
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org