________________
સ્પષ્ટ માલૂમ પડે છે અને સાક્ષાત્કાર થવા માંડે છે કે આ રહ્યું શરીર અને આ રહી ચેતના, આ રહ્યું શરીર અને આ રહ્યો આત્મા. વલોણું કર્યું અને છાશ અને માખણ જુદાં પડ્યાં. કેમકે તેનાથી એક એ બિન્દુ આવી જાય છે કે આ રહી છાશ અને આ રહ્યું માખણ. તલ પિલાય છે અને એક બિન્દુ એવું આવે છે કે આ રહ્યો ખોળ અને આ રહ્યું તેલ. સોનાને તપાવવામાં આવે છે અને એક ચરમસીમા પર પહોંચીએ છીએ, એક બિન્દુ આવે છે કે આ રહી મારી અને આ રહ્યું શુદ્ધ સોનું. વિવેક આવે છે, પૃથકરણ થઈ જાય છે, પૃથકકરણ કરવાની દષ્ટિ મળી જાય છે, સામર્થ્ય પ્રાપ્ત થાય છે.
આ શરીર છે, આ આત્મા છે. આ અચેતન છે આ ચેતન છે, આ અશાશ્વત છે, આ શાશ્વત છે. આત્મા અને પુદ્ગલના સ્પષ્ટ ભેદને સાક્ષાત્કાર થઈ જાય છે. આ વિવેકચેતનાની પ્રાપ્તિ તે મોટી સિદ્ધિ છે. વાસ્તવમાં શરીરનું સાચું મૂલ્યાકન તે જ કરી શકે છે કે જેણે કાર્યોત્સર્ગને અભ્યાસ કર્યો છે. વાસ્તવમાં શરીરનું સાચું તવ તે જ પામી શકે છે કે જેણે કાત્સની સિદ્ધિ સાધી છે.
કાર્યોત્સર્ગની અનુભૂતિ પાછળ શરીરવિજ્ઞાનની દષ્ટિએ કઈ કિયા કાર્ય કરે છે? પહેલાં પણ આપણે કહી ગયા છીએ કે જ્યારે માંસપેશીઓને શિથિલ કરવામાં આવી રહી હતી તે સમયે તેને સંબંધિત બધી જ કિયાવાહી નાડીઓમાં ધીરે ધીરે વિદ્યુત-પ્રવાહ મંદ થતે જો હો તથા આ
62 For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org