________________
સુસમાહિતાત્મા બની જશે. આત્માનું તે સ્વરૂપ પ્રકટ થશે જે પહેલાં કદી પણ થયું ન હતું. આ સ્વરૂપને આજ સુધી તે ક્યાં તે ઈન્કાર કરી રહ્યા હતા, કે ફક્ત માની જ રહ્યા હતા, પરંતુ હવે તે તેને જાણવા માંડીશું. જાણવાની વાત છે ત્યારે જ બને છે જ્યારે કાર્યોત્સર્ગની સ્થિતિ બરોબર પ્રાપ્ત થાય છે. કાર્યોત્સર્ગ આત્મા સુધી પહોંચવાનું દ્વાર છે. તેનું પરિણામ-અધ્યાત્મની પ્રાપ્તિ, સ્વ-અસ્તિત્વની પ્રાપ્તિ, સ્વ-સ્વરૂપની ઉપલબ્ધિ, જ્ઞાતા-દષ્ટાભાવની ઉપલબ્ધિ છે. | આભામંડળનું દર્શન
કાયેત્સર્ગની પ્રગાઢ અવસ્થામાં આભામંડળનું પણ દર્શન થાય છે. જ્યારે કાર્યોત્સર્ગ વધુ સઘન બને છે–સર્વથા કાયસંવર થઈ જાય છે અને પરમાણુઓનું અંદર આવવું પણ બંધ થઈ જાય છે ત્યારે એ પરિસ્થિતિમાં સ્થૂળ શરીરને પાર કર્યા પછી અતિસૂક્ષમ શરીરનું સ્પંદન દેખાવા માંડે છે, દર્શન થવા માંડે છે. તેને સાક્ષાત્કાર થતાં જ આપણું સમગ્ર દષ્ટિ બદલાઈ જાય છે. અપૂર્વકરણ થાય છે. 1 વિવેચેતનાનું જાગરણ
કાયોત્સર્ગમાં ઈચ્છાચાલિત નાડી-સંસ્થાન પર સંપૂર્ણ નિયંત્રણ આવતાં જ સ્વતઃચાલિત નાડી–સંસ્થાન પણ પૂર્ણ કાબૂમાં આવી જાય છે, સંપૂર્ણ નિયંત્રણ થવાથી કાર્યોત્સર્ગ સધાઈ જાય છે અને કાત્સગ સધાય છે તે વિવેકચેતના જાગૃત થઈ જાય છે. ચેતના અને શરીરની ભિન્નતા
'ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org