________________
કરતા જાવ. પછી આવી જ રીતે ડાબા પગના પ્રત્યેક ઉપરોક્ત અવયને સૂચન કરતા કરતા શિથિલ કરે. ત્યાર બાદ કમરની ઉપરને ભાગઃ પદ્ધ, નાભિ-લૂંટીને ભાગ, પેટને પૂરે ભાગ તથા પેટની અંદરના દરેક અવયે, ગુદા, આંતરડાં, પ્લીહા, લીવર, જઠર, ગ્રંથિ, આમાશય, પિત્તાશય તથા છાતીને પૂરે ભાગ, હદય, ફેફસાં, પાંસળીઓ વગેરેને સૂચન કરતા કરતા શિથિલ કરે. તેવી જ રીતે પીઠને ભાગ અને ખભા સુધીના ભાગને પણ શિથિલ કરે. છેલ્લે ગળાથી માંડી માથા સુધીના દરેક અવય–ગળું, હાડકાં, હોઠ, મેં, મેની અંદરના દરેક અવય–દાંત, પેઢાં, જીભ, તાળવું, કપિલને ભાગ, નાક, કાન, કાનપટ્ટી, આંખે, કપાળ, મસ્તક વગેરે અવયવને પણ સૂચને દ્વારા શિથિલ કરે.
શરીરના નીચેના અવય કરતાં મેંની માંસપેશીઓને શિથિલ કરવામાં જરા વધારે મુશ્કેલી માલુમ પડે છે, છતાં પણ નિષ્ઠા અને ધૈર્યથી અભ્યાસ કરવાથી સફળતા મળે જ છે. મેંની અદર દાંતને ખુલ્લા તથા જીભને હોઠની અંદર રાખવી જોઈએ. આખોને ખૂબ મૃદુતાથી બંધ રાખવી. એક વખત પગથી માંડી માથા સુધી યાત્રા કર્યા પછી (નિરીક્ષણ કર્યા પછી) સમગ્ર પ્રક્રિયા ફરીથી કરવી. બીજી વખત સમય ઘણે એ છે લાગશે અને પછી જરૂર જણાય તે ત્રીજી વખત પણ કરી શકાય. પરંતુ એ ધ્યાન રાખવું અત્યંત જરૂરી છે કે સવ–સૂચન પછી પ્રત્યેક ભાગમાં શિથિલતાને અનુભવ કરવાનો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org