________________
શરીરના સહાગને અર્થ છે તેને સ્થિર કરવું. સાધના ન કરનાર માણસ સ્થિરતા કરી શક્તા નથી | ચંચળતાને ચક્રવ્યુહ
કર્મશરીરે પિતાના અસ્તિત્વની સુરક્ષાની વ્યવસ્થા તે કરેલી જ છે. આપણું અતિ સૂક્ષમ શરીર-કર્મશરીર આપણું સમગ્ર તત્ત્વને સંચાલિત કરી રહ્યું છે. કર્મ-શરીરને ક્યારે એવું ઇષ્ટ લાગશે કે આ આત્મા શરીરથી મુક્ત થાય? તે તે તેને પિતાને આધીન જ રાખવા માગે છે, પિતાના અસ્તિત્વની સુરક્ષા માટે, ચેતનને પિતાના ફેંદામાં જકડી રાખવા માટે. તેની તે વ્યવસ્થા છે. આ વ્યવસ્થાનું સૌથી ઉત્તમ સૂત્ર, સૌથી ઉત્તમ રહસ્ય છેઃ ચંચળતા.
ચંચળતા એટલા માટે જ કે તે અજ્ઞાત રહે – જેથી ચેતનને પિતાના અસ્તિત્વને ખ્યાલ જ ન આવે. તે એક એવી જાળ છે, જેમાં બધું છુપાઈ જાય છે. તેને ખ્યાલ જ નથી આવતે, એટલી બધી ચંચળતા, એટલા બધા તરંગે, એટલી બધી ઊર્મિઓ જાગે છે કે આપણને તેને ખ્યાલ જ નથી આવતે. જે ચંચળતા ન હોત તે આત્મા ક્યારને યે પિતાના સાચા સ્વરૂપમાં ચાલ્યા જાત, તેમાં શંકાને સહેજ પણ સ્થાન નથી. પણ એક ચંચળતાને કારણે જ તે પિતાના સાચા સ્વરૂપથી ભાગતે રહ્યો છે. _ કાયસંવર
આ પ્રમાણે ચંચળતા કર્મ–શરીરની સુરક્ષા-વ્યવસ્થાને જ નહિ, પરંતુ તેની આક્રમક રાજનીતિને પણ મુખ્ય આધાર
37
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org