________________
સિંચલનેની) ચંચળતાને સમાપ્ત કર્યા પછી સૂકમ ક્રિયા એની ચંચળતા દૂર કરવી પડશે. પરંતુ જ્યાં સુધી પ્રાણની ઊજા સમગ્ર શરીરમાં સક્રિય છે, જ્યાં સુધી મનની ચંચળતા સમગ્ર શરીરમાં સક્રિય છે, ત્યાં સુધી શરીરની ચંચળતાને સંપૂર્ણ દૂર કરી શકાતી નથી. અને ત્યાં સુધી કાર્યોત્સર્ગ પણ થઈ શકતું નથી. શરીરની સંપૂર્ણ ચંચળતા પ્રાણ-ઊર્જા અને મનની ચંચળતા છે. જે પ્રાણધારા અને મનધારા ચૈતન્ય તરફ પ્રવાહિત થવા માંડે છે તે શરીર શાંત થઈ જાય છે, કારણ ચંચળતા ઉત્પન્ન કરવાવાળી પ્રાણની ઊર્જા અને મનની ગતિ તેને પ્રાપ્ત થઈ શકતી નથી. પરંતુ જ્યારે શરીર શાંત અને સ્થિર બને છે ત્યારે જ તેને ઉત્સર્ગ થઈ જાય છે. અને સંપૂર્ણ કાર્યોત્સર્ગ સધાય છે. તે વિસર્જન : આત્મદર્શનની પ્રક્રિયા
શરીરનું શિથિલીકરણ એ જ વિસર્જન નથી. વિસર્જન એટલે શરીર અને ચૈતન્યના અલગપણને સ્પષ્ટ અનુભવ; એ અનુભવ થાય કે શરીર ભિન્ન છે અને ચૈતન્ય પણ ભિન્ન છે, શરીરરૂપી પાજરું ભિન્ન છે અને પક્ષી તે પાંજરા. થી ભિન્ન છે, મુક્ત છે. - જ્યારે કાર્યોત્સર્ગની સ્થિતિ પ્રાપ્ત થાય છે, ત્યારે આંતરજ્ઞાનની, જાણવાની સ્થિતિ પ્રાપ્ત થાય છે. કાર્યોત્સર્ગ આત્મા સુધી પહોંચવાનું દ્વાર છે. આત્માની ઝાંખી થવા માંડે છે ત્યારે કાર્યોત્સર્ગ આપોઆપ થઈ જાય છે. અધ્યાત્મ એટલે પિતાના અસ્તિત્વની ઉપલબ્ધિ પ્રાપ્તિ,જ્ઞાતા-દષ્ટાભાવની પ્રાપ્તિ.
85 For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org