Book Title: Prekshadhyana Kayotsarga
Author(s): Mahapragna Acharya
Publisher: Anekant Bharati Prakashan

View full book text
Previous | Next

Page 41
________________ આવતા નથી. વ્યક્તિ માનતી જ નથી કે તેને દુઃખ છે. દુઃખ છે' એવું તે કહે છે ખરી, દુ:ખને ભાગવે પણ છે, પ્રાપ્ત પણ કરે છે, અનુભવ પણ કરે છે છતાં પણ ખૂબ જલદી તે ભૂલી જાય છે. જાણે તેને દુઃખ લાગ્યું જ ન હોય ! ને આ ચંચળતા આપણામાં ન હોત તે આવું બનત જ નહીં. ચંચળતાને લીધે જ વ્યક્તિને પેાતાના દુઃખના, કમજોરીના, અશક્તિના, શક્તિહીનતાના, અજ્ઞાનના ખ્યાલ જ નથી આવતા. સાધનાનું સૌથી પ્રથમ ચરણ કાયાત્સર્ગ છે. શરીરને સ્થિર કરવું તેના અર્થ એ છે કે શરીરની ચંચળતાને સમાપ્ત કરવી. સાધનાના પ્રારંભ કાયાત્સર્ગથી જ થાય છે. કાયાત્સર્ગની એક વિધિ છે : શરીરને તદ્ન સ્થિર, નિશ્ચલ અને શાંત કરી સ્થિર બેસી જવું અને કોઈ પણ પ્રવૃત્તિ ન કરવી. લોકોએ કાયાત્સર્ગની ક્રિયાને ખૂબ જ મર્યાદિત અર્થમાં સમજી છે. કાર્યાત્સર્ગ એટલે શરીરનું શિથિલીકરણ. શરીરને તદ્ન શિથિલ કરી નાખો. બસ, કાયાત્સર્ગ થઈ ગયા ! પરંતુ આ તેને પૂરો અર્થ નથી. આ તે તેનેા ફક્ત પચીસ ટકા જ અર્થ થયા. તેના પચીસ ટકા અર્થ છે સહિષ્ણુતા અને પચાસ ટકા અર્થ છે અભય. કાયેત્સગ ત્રિમૂર્તિ છે. તે આ ત્રિમૂર્તિથી બન્યા છે. D સહિષ્ણુતા કાયાત્સગનું એક મુખ્ય તત્ત્વ સહિષ્ણુતા છે. ધર્મનાં ચાર દ્વારામાંનું આ પ્રથમ દ્વાર છે. ક્ષાન્તિના અર્થ છે સહન કરવું, સહિષ્ણુતા. કાર્યાત્સગમાં પણ આનું ખૂબ જ મહત્ત્વ છે. સાધક કાર્યાત્સગની મુદ્રામાં ઊભા છે. અંદર જે 40 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66