________________
ટીઝમના જાણકારોએ આ માટે સૌથી પ્રથમ જે સૂત્ર આપ્યું છે તે છે, “એ રિલેકશન સ્વ-શિથિલીકરણ. આ કાયેત્સર્ગની પ્રક્રિયા છે. કેઈ સ્વભાવને બદલવાનું હોય કે કઈ બીમારીની ચિકિત્સા કરવાની હોય તે સૌથી પ્રથમ કાયેત્સર્ગ કરે અત્યંત જરૂરી છે. ચિત્તની શુદ્ધિ
માનસિક શાંતિને સૌથી પહેલે ઉપાય છે, ‘ચિત્તસમાધિ.” ચિત્તસમાધિ માટે આવશ્યક છે ચિત્તની શુદ્ધિ. ચિત્તની શુદ્ધિનું પ્રથમ સૂત્ર છે, શરીરની સ્થિરતા. શરીર જેટલું સ્થિર બને છે તેટલા જ પ્રમાણમાં ચિત્ત પણ શુદ્ધ થાય છે. ચિત્તની અશુદ્ધિનું મુખ્ય કારણ ચિત્તની ચંચળતા છે. શરીરની સ્થિરતા વગર ચિત્તની સ્થિરતા આવતી જ નથી, શરીરની સ્થિરતા વગર શ્વાસ શાંત થઈ શકતું નથી, મૌન થઈ શકતું નથી, મન પણ શાંત થતું નથી, સ્મૃતિ પણ શાંત થતી નથી, કલ્પનાઓ પણ પણ બંધ થતી નથી, વિચારચકને પણ રેકી શકાતું નથી. માટે જ સૌથી પ્રથમ જરૂરત કાર્યોત્સર્ગ, કાયગુપ્તિ-કાયસંવરની છે. કાત્સગ થાય તે અનાયાસ ઉપર્યુક્ત બધી બાબતે આપ આપ થઈ જાય છે. પછી તે સાધના માટેનાં પછીનાં પાને આપોઆપ જ ખૂલવા માંડે છે.
આપણું આ શરીર હિમાલયની માફક નિષ્પકમ્પ, અડગ ને અચંચળ બની જશે તે પછી સાધના માટે બીજું કશું જાણવાની, સમજવાની કે કરવાની જરૂરત રહેશે નહિ. સાધનાની બધી જ પ્રક્રિયા, ઘટના આપમેળે જ થવા માંડશે
46
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org