________________
• ચાર ૦
કાયોત્સર્ગની વિધિ
કાયેત્સર્ગનું સંકલ્પ-સૂત્ર આ મુજબ છે: “તસ્ય ઉત્તરીકરણેણું પાયરિછત્તકરણેણું વિસેહીકરણેણું વિસલ્લી. કરણેણં, પાવાણું કમાણું શિડ્યાયણઠ્ઠાએ હામિ કાઉસગ્ગ. ઠાણેણં મેણું ઝાણેણં અપાણે સિરામિ.”
સાધક સંક૯૫ની ભાષામાં ઉચ્ચારણ કરે “જે જે મારી આદત નથી કે સ્વભાવ નથી તેના ઉત્તર માટે, તેનું ઉદાત્ત સ્વરૂપ સિદ્ધ કરવા માટે, પ્રાયશ્ચિત કરવા માટે, વિશેધન કરવા માટે, મનને પવિત્ર બનાવવા માટે, જે વ્યસન કે ટેવનું નિર્માણ થઈ ગયું છે તે નિર્માણને નાશ કરવા માટે, તે કારી ઘાવને નિર્મૂળ કરવા માટે, તે બૂરી ટેવેથી જે મૂછના-મૂઢતાના પરમાણુઓ, કર્મના પરમાણુઓ ચારેબાજુ શરીર અને મન ઉપર સખત રીતે વીંટળાઈ વળ્યા છે, તે પાપકારી પરમાણુઓને દવા માટે, શારીરિક-માનસિક તેમ જ ભાવનાત્મક તનાવથી મુક્ત થવા માટે સ્થિર આસનમાં મૌન ધારણ કરી, ધ્યાનસ્થ થઈ હું કાર્યોત્સર્ગને અભ્યાસ કરી રહ્યો છું કે કરી રહી છું.”
48
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org