________________
કેપી જાય છે કે તેણે અનંત અનંત પરમાણુઓને છેડી દેવા પડે છે અને અનંત અનંત પરમાણુ ચારે તરફ વિખરાવા લાગે છે. આપણા અવયને તેડીને જાણે પાડી દેવા પડે છે. તે જાણે તૂટીને પડવા માંડે છે. કર્મ–શરીરના પરાજયને પ્રારંભ થઈ જાય છે. ચંચળતાને ચક્રવ્યુહ કેવી રીતે તોડાય?
આપણામાં ચંચળતા હોવાથી આપણને આત્મા વિષે સંદેહ થાય છે, સ્વતંત્ર ચૈતન્ય વિષે પણ શંકા ઉપજે છે અને સૈકાલિક અસ્તિત્વ વિશે પણ સંદેહ ઉત્પન્ન થાય છે. ચંચળતા છે, માટે જ આટઆટલા વિકલ્પ પેદા થાય છે, આટલા તર્કો ઉત્પન્ન થાય છે. એ વિકલપના અંધકારમાં જ, એ તર્કોના આવરણમાં જ અસ્તિત્વને પ્રશ્ન ધૂંધળે બની જાય છે અને વ્યક્તિના મનમાં શંકા ઉત્પન્ન થાય છે. જે બુદ્ધિને આ વ્યાયામ ન હેત, જે તર્ક ન હેત અને આ બધાને સંચાલિત કરવાવાળી આ ચંચળતા ન હોત તે અસ્તિત્વ વિષે કદી યે શંકા ઉત્પન્ન ન થાત.
તક વાસ્તવિકતા ઉપર પડદે નાખી દે છે, સત્યને ઢાંકી દે છે. મનુષ્યના મનમાં એવો વિકલ્પ ઊઠે છે કે સત્યને તિરસ્કાર થઈ જાય છે. આ ચંચળતાને કારણે જ આ ઘટના ઘટે છે, પિતાના અસ્તિત્વને વ્યક્તિને ખ્યાલ જ નથી આવતું. ચંચળતાનું એક કામ માણસને પોતાના અસ્તિત્વને ખ્યાલ જ ન આવવા દેવાનું છે. વ્યક્તિ પોતાનાથી જ અજ્ઞાત બની રહે છે.
ચંચળતાનું બીજું કાર્ય છે પિતાના દુઃખને વ્યક્તિને ખ્યાલ જ ન આવવા દે. દુઃખ તે છે જ પણ તેને ખ્યાલ
39
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org