________________
આપણે શારીરિક શ્રમને સમજીએ છીએ અને તે શ્રમને મટાડવાના ઉપાય વિશ્રામને પણ જાણીએ છીએ.
આપણે માનસિક શ્રમ તે કરીએ જ છીએ, પરંતુ તેને વિશ્રામ આપવાનું નથી જાણતા. આપણે ચિંતન કરવાનું જાણીએ છીએ, પરંતુ અચિંતિત થવાનું નથી જાણતા, ચિંતનમુક્ત થવાનું નથી જાણતા. આપણે વિચાર કરવાની શરૂઆત કરીએ છીએ તે પછી તે વિચારધારાથી અલગ થવાનું ખૂબ મુશ્કેલ બને છે. તે મુશ્કેલ એટલા માટે જ છે કે આપણે અચિંતનને ઉપાય જાણતા નથી.
માનસિક તનાવનું મુખ્ય કારણ છે, વધુ પડતું વિચારવું. વિચારવાયુ પણ બીમારી છે. કેટલાક માણસ તે આ બીમારીના એવા ભેગ બનેલા છે કે કોઈ પ્રયજન હોય કે ન હોય તેઓ નિરંતર કાંઈને કાંઈ વિચાર્યા જ કરે છે. તેઓ તેમાં જ તેમના જીવનની સાર્થકતા સમજે છે.
મનને વિશ્રામ આપવાનું ત્યારે જ શક્ય બને છે, જ્યારે આપણે વર્તમાનમાં જ જીવવાનું શીખીએ. માનવી ભૂત અને ભવિષ્યમાં વધુ વિહરે છે, વર્તમાનમાં ખૂબ જ એ છે જીવે છે. સ્મૃતિઓનાં વમળમાં અથવા કલ્પનાની જાળમાં તે એટલે બધે વ્યસ્ત રહે છે કે તે તનાવમુક્ત થઈ શકતે નથી. તે બિનજરૂરી સ્મૃતિ અને કલ્પનાઓની જાળમાં ફસાયેલે જ રહે છે. પરિણામે તેને વર્તમાનમાં રહેવાને સમય ખૂબ ઓછા મળે છે અથવા મળતું જ નથી.
વર્તમાનમાં જીવવાને અર્થ, મનને વિશ્રામ આપ, માનસિક ભારથી-માનસિક તનાવથી મુક્ત થવું.
29
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org