________________
યંત્રની માંસપેશીઓને આવશ્યકતા પ્રમાણે સંકુચિત–વિસ્તૃત કરવા માટે સાચાં નિદર્શન આપવામાં આવે છે અને ધ્વનિતરંગને પ્રસારિત કરવા માટે જરૂરી હવાની માત્રાને નિયંત્રિત કરવી પડે છે. તદુપરાંત જીભ, હોઠ અને ચહેરાની માંસપેશીઓને પણ સરખી રીતે જ નિર્દેશ આપવા પડે છે. આ બધી જ ક્રિયાઓ માટે નાની નાની અનેક માંસપેશીઓને કામમાં લેવી પડે છે. અને આ માંસપેશીઓને સક્રિય કરવા માટે હજારોની સંખ્યામાં કિયાવાહી નાડીઓના માધ્યમથી વિદ્યત–આવેગોને ઉપયોગ થાય છે, જેને માટે એક નક્કી પ્રમાણમાં જ ઊર્જાના પ્રયોગની જરૂર હોય છે. પરિસ્થિતિ એવી પિદા થાય છે કે એક વક્તાને કલાક સુધી સતત ભાષણ કરવું પડે તે ઘણુંખરું તેને એટલી બધી ઊજ– શક્તિ ખર્ચવી પડશે કે તે ખૂબ જ થાકી જશે. આને કારણે જ મૌનની સાધનાથી વ્યક્તિ ઘણું બધી ઊર્જા – શક્તિના વ્યયથી બચી શકે છે.
ફક્ત એટલું જ પૂરતું નથી કે આપણે વ્યક્ત રીતે બોલવાનું બંધ કરીએ. વાસ્તવિક મૌનને અર્થ તે એ છે કે આપણે માનસિક રૂપે પણ બેલવાની પ્રક્રિયાને બંધ કરીએ. કારણ, જ્યાં સ્નાયવિક ઊ–વ્યયને સંબંધ છે, તેમાં અને વ્યક્ત વાણીમાં એક સરખી જ શક્તિ ખર્ચાય છે. એવું એટલા માટે જ બને છે કે માનસિક રૂપે બેલવામાં ફક્ત સ્વર-યંત્રને છેડીને પણ તે બધી જ ક્રિયાવાહી મોટર યુનિટને ઉપયોગ થાય છે, જેને વ્યક્ત વાણીમાં તેટલે જ ઉપગ થાય છે. એટલા માટે જ વ્યક્ત વાણીના સંયમની સાથે સાથે માનસિક વાણીના સંયમના પ્રગની પણ એટલી જ જરૂર છે.
27
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org