________________
સાચી રીતે ઊભા રહેવાની રીત આ પ્રમાણે છે :ગરદન અને કરોડરજજુનાં હાડકાં બંને સીધી રેખામાં રહેવા જોઈએ તથા માથું સંતુલિત અવસ્થામાં ગરદન પર ટેકવેલું રહેવું જોઈએ. માથું એક તરફ ઢળેલું ન જોઈએ કે ન આગળ તરફ વળેલું કે ન બહાર નીકળેલું હોવું જોઈએ. પેટને ભાગ થેડે અંદર સંકોચાયેલે તથા છાતીના ભાગને સંપૂર્ણ રીતે ફૂલવામાં કઈ અવરોધ ન હવે જોઈએ. ખભા આગળ તરફ વળેલા ન હોવા જોઈએ, તથા હાથ બંને બાજુ મુક્ત રીતે લટકતા રહેવા જોઈએ. ખાસ યાદ રાખવું કે ફેજી ઢંગથી અકડાઈને, સાવધાનની મુદ્રામાં આસન કરવું ન જોઈએ, પરંતુ તાવ-મુક્ત પરિસ્થિતિમાં તેમજ માંસપેશીએને તદ્દન ઢીલી અવસ્થામાં રાખી સ્થિર ઊભા રહેવું જોઈએ. આ રીતે યોગ્ય ઢંગથી બેસવામાં પણ ગરદન અને કરેડરજજુનાં હાડકાં સીધાં સહેજ પણ અકડાઈ વગર, તનાવરહિત અને શિથિલ રાખવાં જોઈએ. આનાથી જુદી રીતે બેસવાની કે ઊભા રહેવાની ટેવથી પીઠમાં પીડા કે શરીરના આકારમાં કુરૂપતા આવવાની શક્યતા છે.
બેસતી વખતે ક્યારેય ખૂબ જકડાઈને ન બેસવું જોઈએ કે પીઠને વાંકી વળેલી ન રાખવી જોઈએ. ટેબલ પર કામ કરતી વખતે પણ આગળ તરફ વધારે વળેલા બેસવું ન જોઈએ. ખૂધ કાઢીને બેસવાની ટેવ ન પાડવી જોઈએ. | સ્વર-યંત્રને કાસગ: મૌન
આપણે એ માની શકીએ છીએ કે શ્રમજીવી કરતાં પણ જાહેર ભાષણકર્તાને પોતાની માંસપેશીઓ દ્વારા સખત
25
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org