________________
વ્યક્તિ શાંતિ, સ્વાથ્ય કે સુખ અનુભવી શકતી નથી, પછી માનવ પાસે અન્ય સુખનાં ગમે તેટલાં સાધન ભલે હોય! જે કઈ પણ વ્યક્તિ આ સાધનાને પ્રાપ્ત કરી લે, શીખી લે. અને દરરોજ અડધે કે પિણે કલાક પણ નિયમિત તેને અભ્યાસ કરે તે ગમે તેવી પરિસ્થિતિમાં પણ તે તનાવ મુક્ત થઈ શકે છે.
કાર્યોત્સર્ગની સાધનાનું સાચું મૂલ્યાંકન કરવા માટે આપણને માંસપેશીઓના કાર્યની ગ્ય જાણકારી હોવી જોઈએ. આપણું માંસપેશીઓ સંબંધિત સ્નાયુઓને ઉત્તેજના મળતાં જ વિદ્યત-ઝડપે સંકુચિત થાય છે. આપણી કંકાલી માંસપેશીઓને કારણે જ આપણે ઈચ્છાનુસાર હલન-ચલન કરી શકીએ છીએ. હલન-ચલનની ક્રિયાને સમજવા માટે માંસપેશીઓને આપણે વિદ્યુત ચુંબકની સાથે સરખાવી શકીએ, અને જે સ્નાયુ (કે નાડી) તેને ઉત્તેજિત કરે છે તે એ વિઘતના તાર જેવી છે જે તેને મસ્તિષ્કની સાથે જોડે છે.
નિદ્રા દરમ્યાન સ્નાયુઓમાં સામાન્ય રૂપે વિધુતપ્રવાહ બંધ થાય છે ને ઘણુંખરું વિદ્યુત-ચુંબક ચુંબકત્વરહિત થઈ જાય છે. ફક્ત થોડી સુરક્ષા અને જીવન ટકાવવા માટેની ક્રિયાઓમાં પ્રવૃત્ત માંસપેશીઓ સિવાય બાકીની બધી જ માંસપેશીઓ ઊંઘમાં શિથિલ થઈ જાય છે.
જ્યારે કેઈ પણ વ્યક્તિ આરામની સ્થિતિમાં હોય છે ત્યારે પણ સ્નાયુઓમાં પ્રવાહિત થતા વિઘતપ્રવાહ અત્યંત મન્દ થઈ જાય છે. તેનાથી માંસપેશીઓનું ચુંબકીકરણ પણ
20
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org