________________
પુષિત અને ફલિત થાય છે. માટે જ તનાવમુક્ત થવાની જરૂર છે.
માનસિક તનાવ, ખાયવિક તનાવ, ભાવનાત્મક તનાવ– આ ત્રણેને નાશ કરે, તનાવની ગ્રંથિઓ ખેલવી તે જ કાયોત્સર્ગ છે.
આમ તે ધ્યાન સિવાય પણ કાર્યોત્સર્ગને અલગ રીતે અભ્યાસ કરી શકાય છે. જે કોઈ પણ વ્યક્તિ કાર્યોત્સર્ગ શીખીને તેને દરરોજ અભ્યાસ કરે છે તે કોઈ પણ સ્થિતિમાં તનાવમુક્ત, શાંત અને અનુદ્વિગ્ન રહી શકે છે. શારીરિક દષ્ટિએ કાર્યોત્સર્ગ ઊંઘની અપેક્ષાએ વધારે વિશ્રામદાયક છે, તનાવથી ઉત્પન્ન થતી મને દૈહિક બીમારીઓને આ નિર્દોષ અને સરળ ઉપાય છે. આધ્યામિક દષ્ટિથી પણ કાર્યોત્સર્ગની પ્રક્રિયામાં જડ શરીરનું શિથિલીકરણ થાય છે અને ચેતના તેના ભૌતિક આવરણથી ઊર્થ થવાને, શરીરની પકડથી મુક્ત થવાને અનુભવ કરે છે. સરલ ઉપાય:
કાયોત્સર્ગને અર્થ છે શરીરને એટલું સ્થિર બનાવવું કે જેથી શરીર સ્વયં ધ્યાન બની જાય. તમે એવું ન માનશે કે ફક્ત મનથી જ ધ્યાન થાય છે. ઘણા બધા ભેગાચાએ, વિદ્વાનેએ ફક્ત માનસિક ક્રિયાને જ ધ્યાન માન્યું છે. પરંતુ જૈનાચાર્યોને મત આનાથી ભિન્ન છે. તેઓએ ધ્યાનના ત્રણ પ્રકાર બતાવ્યા છેઃ કાયિક ધ્યાન, વાચિક ધ્યાન અને માનસિક પ્લાન. જેવી રીતે સ્થિર મન ધ્યાન છે, તેવી રીતે સ્થિર કાયા-શરીર પણ ધ્યાન છે. શરીરનું
10 For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org