________________
અલ્સર), અનિદ્રા આ—સર્વે રાગનું મુખ્ય કારણ માનસિક અથવા ભાવનાત્મક તનાવ છે.
કાયાત્સર્ગના શાબ્દિક અર્થ છે ચૈતન્યના જાગરણ સાથે શરીરના ઉત્સગ, તેના પ્રાયોગિક અર્થ છે—શિથિલીકરણશ્વાસને શાંત કરવા, શરીરની ચેષ્ટાઓને શાંત કરવી, મનને ખાલી કરવું. શરીરની સઘળી સ્થૂળ પ્રવૃત્તિઓને સંકલ્પપૂર્વક ડી દેવી. જેના પરિણામે હાડકાં, માંસપેશીઓ, સ્નાયુએ, સૂક્ષ્મ નસાનું શિથિલીકરણ થઈ શકે તથા શારીરિક ચયા પચયની ક્રિયામાં ખૂબ હળવાપણું આવી જાય. આ રીતની શારીરિક સ્થિતિ ઉત્પન્ન થવાથી સાહજિક રીતે જ માનસિક તનાવ નષ્ટ થશે.
કાર્યાત્સગ : ધ્યાનની ભૂમિકા :
દરેક પ્રકારના ધ્યાનની અનિવાર્ય પૂર્વભૂમિકા કાયાત્સગ છે. ધ્યાનમાં શરીરને સંપૂર્ણ રીતે શાંત અને સ્થિર રાખવું. અત્યંત જરૂરી છે. આ ત્યારે જ શકય બને છે, જ્યારે શિથિલીકરણુ દ્વારા શરીરને સંપૂર્ણ રીતે તનાવમુક્ત
કરવામાં આવે.
જ્યાં સુધી મનમાં તનાવ હાય, મસ્તિષ્ક અને સ્નાયુએમાં તનાવ હોય ત્યાં સુધી પ્રેક્ષાધ્યાન કેવી રીતે શકય બને ? જ્યારે તનાવની સ્થિતિ હાય ત્યારે વિચાર અને વિકલ્પાને આવવાને પૂર્ણ અવસર રહે છે. તનાવ વિકલ્પ માટે ફળદ્રુપ ભૂમિ છે. વિકલ્પાનાં બીજ તનાવની ફળદ્રુપ જમીનમાં જ વાવી શકાય છે. તે ત્યાં જ અંકુરિત બને છે,
9
Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org