Book Title: Pratima Pujan Author(s): Bhadrankarvijay Publisher: Smruti Granth Samiti View full book textPage 7
________________ પણ ખંડનના ખેદકામ ઉપર જ! આ એમને મુદ્રાલેખ હતે. એથી જ એમનું ખંડન પણ મંડનથીય વધુ મીઠું લાગતું, એ તે અનુભવીઓને અનુભવ છે. અને આ પુસ્તક તથા એમની કેટલીય કૃતિઓ આ વાતની સાખ પૂરે છે. એમના પરિચયમાં જ પ્રશાંતિની એક એવી પરિમલ ઘૂંટાતી હતી કેબન્યો-ઝભ્ય કેઈ પણ માણસ એમના સાનિધ્ય માત્રથી કે એમની મૌન મુખ મુદ્રાના દર્શન માત્રથી હિમગિરિ જેવી ઠંડક માણ્યાની મસ્તી અનુભવી શકતો. આ જ એમની અજોડતા ન હતી, આટલી જ એમની વિશેષતા ન હતી. પણ એમની ખરી અજોડતા ને પૂરી વિશેષતા તો બોલચાલની એમની હિત–મિત અને પથ્થભરી તાસીર જ હતી ! એગ્ય વાતચીત કરવા દ્વારા, સામી વ્યક્તિની અધૂરાશને દૂર કરવામાં એમને મળતી સફળતાને પાય, આવી આ તાસીર હતી. કલાહલની કથાથી દૂર રહીને, આડબંરની અંજીવણને અળગી રાખીને, આજના બજાર પ્રચારના પ્લેટફોર્મના પડછાયાથી પ્રેમ કર્યા વિના અને ઘઘાટના ઘંટનાદ કર્યા વગર એઓશ્રીએ સંઘમાં એક પ્રબુદ્ધ-વર્ગનો પાયો મજબૂત બનાવવાનું જે કાર્ય કર્યું-એ પૂજ્યશ્રીને જીવનમાં સધાયેલા સરસ્વતી અને સંયમના સંગમનો પ્રભાવ હતે. જસ્સ મણે નવકારે, સંસાર તસ્સ કિં કુણઈ જેના મનમાં છે નવકાર, તેને શું કરશે સંસાર ? ન ધર્મનાદ એઓથી લગભગ હરહમેશ જગવતા. આ “ખમું છું, અને નમું છું” આ બે મુખ્ય વિષે એમને ખૂબ જ પ્રિય હતા. “ખમવું એ નમ્રતાનું પ્રતીક છે અને “નમવું' એ ભગવાન તરકુના ભક્તિભાવનું પ્રતીક છે. આ બે પ્રતીકને એઓએ જીવનમાં છવો જાણ્યા હતા એની સાખ તે એઓશ્રીને વરેલું સમાધિ મૃત્યુ જ છે! જીવન-ભરની સાધનાનું સરવૈયું એઓશ્રી સમાધિ મૃત્યુ દ્વારા સહુને સમજાવતા ગયા. કેવો જોગાનુજોગ ! પાટણનો જે ધરતી પર એના જન્મની જાજમ બિછાઈ, એ જ ધરતી પર આ જાજમ સંકેલીને એઓએ પરલેક-પ્રયાણ આદધુ. છેલ્લાં ઘણા વર્ષોથી પિતાની સાધનાને વિકસાવવાના ધ્યેયથી એઓ મારવાડ ગોલવાડના પ્રદેશમાં વિચરતા હતા. આ ધરતીની મહેંકમાંથીય એમનો સંયમ– સુવાસ ફેલાવા જાણી માણી શકાય એવો છે. લગભગ દોઢ દાયકાના મારવાડના વિહાર દરમિયાન એઓશ્રીની પુણ્યનિશ્રામાં સાધનાને એક મહાભારત યજ્ઞ મંડાયો. એ પુણ્ય નિશ્રામાં ઉપધાન–તપ આદિ આરાધના કરવા તપસ્વીઓ તલપાપડ રહેતા. છેલ્લા વર્ષમાં એઓશ્રીના સંયમ–દેહને ઘેરી વળેલી અસ્વસ્થતાનું પ્રમાણ જઈને ડોક્ટર પણ છકક થઈ જઈને કહેતા કે–આ વિભૂતિ તે અમારી થીયરીPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 290