Book Title: Pratima Pujan Author(s): Bhadrankarvijay Publisher: Smruti Granth Samiti View full book textPage 5
________________ આ પુસ્તક વધુ ગ્રાહ્ય અને રોચક બને તે માટે પ્રકરણે નાના નાના કર્યા છે અને થડે કમ ફેરફાર કર્યો છે. આ કાર્યમાં પૂ. મુનિ શ્રી પૂર્ણચન્દ્ર વિજયજી ગણિવર તેમજ શ્રી મફતલાલ સંઘવીને મહત્વને ફાળો છે. વળી પૂ. મુનિરાજ શ્રી હેમપ્રભવિજયજીએ પણ આ પ્રકાશનમાં સારી સહાય. કરી છે. મનનીય આ પુસ્તકનું સુંદર મુદ્રણ કાર્ય, ઝડપથી પૂરું કરવા માટે શ્રી અશ્વિનભાઈએ સારી જહેમત ઉઠાવી છે. મુદ્રણ સિવાયના પ્રકાશન કાર્ડમાં શ્રી ફકીરભાઈને પણ સારે સહકાર મળે છે. - કોઈ પણ ઉત્તમ કાર્યમાં સહયોગ આપનાર સહુને આભાર માનવાની સાથો સાથ તેને નિર્વિદને પૂરું પાડવામાં અચૂક સહાયક શાસનદેવ આદિ પ્રત્યે કૃતજ્ઞભાવ વ્યક્ત કરીએ છીએ. * તેમજ સાકારે આ વિશ્વમાં આકારની (પ્રતિમાની) પૂજા કેટકેટલી સ્વપરોપકારક છે, તે વાત હૃદયસાત કરવા માટે આ પુસ્તકના પ્રત્યેક પેજમાં પૂર પ્રેમથી મનને પરોવવાની ભલામણ છે. * વિશ્વના સર્વ જીના આત્મીય એવા પ. પૂ. પં. ભગવંતની અન્યા કૃતિઓને તેમજ બીજા અપ્રકાશિત લખાણેને પણ ગ્રન્થસ્થ કરવાની અમારી ભાવનામાં શ્રી જિનશાસનપ્રેમી મહાનુભાવોને આવો જ સહયોગ મળી રહેશે એવો વિશ્વાસ છે.Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 290