________________
આ પુસ્તક વધુ ગ્રાહ્ય અને રોચક બને તે માટે પ્રકરણે નાના નાના કર્યા છે અને થડે કમ ફેરફાર કર્યો છે. આ કાર્યમાં પૂ. મુનિ શ્રી પૂર્ણચન્દ્ર વિજયજી ગણિવર તેમજ શ્રી મફતલાલ સંઘવીને મહત્વને ફાળો છે. વળી પૂ. મુનિરાજ શ્રી હેમપ્રભવિજયજીએ પણ આ પ્રકાશનમાં સારી સહાય.
કરી છે.
મનનીય આ પુસ્તકનું સુંદર મુદ્રણ કાર્ય, ઝડપથી પૂરું કરવા માટે શ્રી અશ્વિનભાઈએ સારી જહેમત ઉઠાવી છે.
મુદ્રણ સિવાયના પ્રકાશન કાર્ડમાં શ્રી ફકીરભાઈને પણ સારે સહકાર
મળે છે. -
કોઈ પણ ઉત્તમ કાર્યમાં સહયોગ આપનાર સહુને આભાર માનવાની સાથો સાથ તેને નિર્વિદને પૂરું પાડવામાં અચૂક સહાયક શાસનદેવ આદિ પ્રત્યે કૃતજ્ઞભાવ વ્યક્ત કરીએ છીએ. * તેમજ સાકારે આ વિશ્વમાં આકારની (પ્રતિમાની) પૂજા કેટકેટલી સ્વપરોપકારક છે, તે વાત હૃદયસાત કરવા માટે આ પુસ્તકના પ્રત્યેક પેજમાં પૂર પ્રેમથી મનને પરોવવાની ભલામણ છે. * વિશ્વના સર્વ જીના આત્મીય એવા પ. પૂ. પં. ભગવંતની અન્યા કૃતિઓને તેમજ બીજા અપ્રકાશિત લખાણેને પણ ગ્રન્થસ્થ કરવાની અમારી ભાવનામાં શ્રી જિનશાસનપ્રેમી મહાનુભાવોને આવો જ સહયોગ મળી રહેશે એવો વિશ્વાસ છે.