________________
પ્રકાશકીય
દેવ-ગુરૂ-ધર્મના અસીમ પ્રભાવે તેમજ પરમેાપકારી, પરમ પૂજ્ય, સુવિશાળ ગચ્છાધિપતિ આચાર્ય દેવ શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા તથા પરમ પૂજ્ય આચા`દેવ શ્રી પ્રદ્યોતન સૂરીશ્વરજી મહારાજાના શુભાશિષથી, ૫.પૂ. પંન્યાસજી ભગવત શ્રી ભદ્રંકરવિજયજી ગણિવરશ્રીના સ્વર્ગવાસ પછી પણ તેઓશ્રીની વિશ્વ કલ્યાણકર કૃતિનું પ્રકાશન ચાલુ રહેલ છે.
આત્માને યૌવન બક્ષનારી આ કૃતિઓનું પ્રકાશન યથા સમયે થતું હોવા પાછળ સ્વ. પ. પૂ. પં. ભગવંત તથા સ્વ. આચાય દેવ શ્રી કુ ંદકુંદસૂરીશ્વરજી મહારાજની અદશ્ય કૃપાના અતિ મૂલ્યવાન ફાળા છે.
પ.પૂ.પં. ભગવંતના સહજ વાત્સલ્યમાં સ્થાન પામીને કૃતકૃત્યતા અનુભવતા પૂજય મુનિરાજ શ્રી વજ્રસેનવિજયજી મહારાજ સાહેબને આ તથા બીજા પ્રકાશનેામાં પણ અનુમેદનીય કાળા છે. જે ચીવટ અને લગનથી તેઓશ્રી ૫. પૂ.પં.ભગવંતનાં વિશ્વોપકારી લખાણાને સુસકલિત કરે છે તે ખરેખર અનુમેાદનીય છે.
કોઈ પ્રકાશન કેવળ એક હાથે થઈ શકતુ નથી. તેમાં અનેક મહાનુભાવાના વિવિધ પ્રકારના સહયાગનો જરૂર રહે છે.
તે રીતે દ્રવ્ય-સહાયા પણ જોઈએ છે. તેવા સહાયકામાં શ્રી હિંમતમલજી રૂગનાથમલજી, શ્રી. સી. કે. મહેતા, શ્રી સી. કે. શાહ, શ્રી શશીકાંતભાઈ કે. મહેતા, શ્રી બાબુભાઈ કડીવાલા, શ્રી નલિન કે. શાહુ તથા સ્નેહુલભાઈ આદિ મુખ્ય સહાયકો છે તથા બીજા પણ અનેક સહાયકોનાં સહાયથી અત્યાર સુધીનાં પ્રકાશને થયાં છે. જેમને યાદ કરતાં કૃતજ્ઞતા અનુભવીએ છીએ.
જ્યારે આ પ્રકાશનના મૂળમાં મુખ્ય દ્રવ્ય–સહાયક શ્રી સી. કે. મહેતા છે. શરૂનાં પ્રકાશનેામાં પણ તેમના સહકાર રહ્યો છે.
આ ‘ પ્રતિમા–પૂજન'ની ખીજી આવૃત્તિની જેમ આ ત્રીજી આવૃત્તિ પણ તેમના સહકારથી પ્રગટ થઈ રહી છે, જે તેમની શ્રી જિનેશ્વર પરમાત્મા તથા પ.પૂ.પ ભગવત પ્રત્યેની અનુપમ ભક્તિ સૂચવે છે.