________________
*******************************************************
******************
******
હોવાથી ઇન્દ્રમહારાજા મર્ત્યલોકે જાય છે, તમારે જવું હોય તો આવજો' આ શબ્દો અસંખ્ય યોજન દૂર દૂર રહેલા વિમાનોના દેવો સાંભળી શકે છે.
અહીંયા સૌધર્મ વિમાનમાં રહેલી સુઘોષાઘંટાના વિપુલ રણકારનું કરોડો અબજો નહિ પણ અસંખ્ય યોજન દૂર રહેલી સૌધર્મેન્દ્ર તાબેના વિમાનોની લાખો ઘંટાઓમાં અથડાવવું, પુનઃ હરિણૈગમેષી દેવના મુખમાંથી નીકળેલા શક્રાજ્ઞાના શબ્દોનું તાર કે થાંભલા વિના સર્વત્ર પહોંચી
જવું ઇત્યાદિ શાસ્ત્રોક્ત વૃતાંત્તનું શ્રવણ કરનારાઓમાંથી કેટલીક અનભિજ્ઞ અને વિચારશીથિલ વ્યક્તિઓને મહદાશ્ચર્ય ઉપજતું, પરંતુ કારણાત્ કાર્યાનુરોધેન' એ ન્યાયથી તેમનું--પરમાત્માઓનું કથન કદી અસત્ય હોતું જ નથી, તો યથાર્થ નિઃશંક અને સત્ય જ બોલનારા હોય છે. એ
જ વસ્તુ ઉપરથી શોધાયેલ વાયરલેસ રેડીયોની શોધખોળે અણમોલ દૃષ્ટાંત પુરૂં પાડી જિનેશ્વરના વચનોનો સાક્ષાત્કાર કરાવી આપણા મિથ્યા આશ્ચર્યને ફગાવી દીધું છે.
અરે! જિનેશ્વરનું શાસન તો જડ કે ચેતનમાંથી પ્રગટેલા પ્રત્યેક શબ્દોની ગતિ એક જ સમયમાં (નિમેષ માત્રમાં તો અસંખ્ય સમય થઈ જાય ત્યારે સમયનું માન જ્ઞાની સિવાય કોણ
કળી શકે? જેની પાસે સેકન્ડ તો ઘણી મોટી થઇ પડે છે.) ચૌદરાજલોકના એક છેડેથી બીજા છેડા સુધી પહોંચી જવાનું જણાવે છે તો પછી સેંકડો ગાઉમાં વાયરલેસ વગેરેનું શ્રવણ થાય તેમાં શું આશ્ચર્ય છે!
જલ-વાયુનું એકીકરણ-પૃથક્કરણ :
વૈશેષિક દર્શનના “ક્ષિત્યલેખોમન્દ્વોમ-ાનાવિવૃદ્ધિનો મનઃ'' એ સિદ્ધાન્તની રૂએ પાણી તેમજ વાયુ પૃથક્ પૃથક્ સ્વતંત્ર જાતિના પરમાણુથી બનેલા દ્રવ્યો હોવાનું પ્રતિપાદન થાય
છે, પરંતુ તેમની એ માન્યતાને ફટકો મારનારી સાયન્ટીફીક પદ્ધતિએ સિદ્ધ કર્યું છે કે બે ભાગ હાઇડ્રોજન તેમજ એક ભાગ ઓક્સીજન (H?+6 વોટર)નું મિશ્રણ થતાં તરત (વાયુનું પણ) પાણી થઈ જાય છે, પાણીરૂપે પરિણમેલાં એ અણુઓ પુનઃ પ્રયોગથી અલગ અલગ પણ થઇ જાય છે. આ પ્રમાણે બન્નેનું એકીકરણ અને પૃથક્કરણ થતું જોવામાં આવવાથી મજકૂર દર્શનનો સિદ્ધાન્ત અયુક્ત ઠરે છે, જે દ્રવ્ય સ્વતોભિન્ન છે, તેનું દ્રવ્યાન્તર રૂપે ત્રણકાળમાં પરિવર્તન થતું નથી, જ્યારે જે વસ્તુનું એકીકરણ કે પૃથક્કરણ અશક્ય મનાતું હતું ત્યારે સાંપ્રતયુગમાં વધતા જતાં વિજ્ઞાને એ બીનાને શક્ય બનાવી, અન્ય મતાવલંબીઓને ઝાંખા પાડી, સર્વજ્ઞોએ વસ્તુના યથાર્થભાવને પૃથક્ પૃથક્ સ્વરૂપે ન વર્ણવતા બાહ્યથી દેખાતા તેમજ અનુભવાતા જલ તેમજ શરીરનો પુદ્ગલ દ્રવ્ય તરીકે અને તેમાં પણ ઔદારિક નામની જાતિ વિશેષમાં સમાવેશ હોવાનું સ્પષ્ટ પ્રતિપાદન કરેલું છે.
વાયુના
ફોટોગ્રાફિક અને ટેલીવિઝન પદ્ધતિ :
વળી
એ જ પ્રમાણે ચાલુ સદીમાં ખૂબ જ વૃશ્રિંગત થએલી ફોટોગ્રાફિક પદ્ધતિ માટે તો શ્રી પ્રજ્ઞાપના સૂત્રના સમર્થ ટીકાકાર શ્રી મલયગિરિવરજીએ પ્રત્યેક તથાવિધ બાદર મૂર્તદ્રવ્યમાંથી
*******************************************************
***************** [<] *****************