Book Title: Prakashni Kedi Author(s): Chitrabhanu Publisher: Punit Prakashan MandirPage 20
________________ મળેલાને છોડવાની મહત્તા જ મહાપુરુષોએ ગાઈ છે. મેળવી લેવું અને ભોગવી લેવું એમાં તો કાંઈ મહત્તા નથી. ગયા ભવના પુણ્યને લીધે જ આ બધું તમને મળ્યું છે. એ મળેલી વસ્તુ એકલા ભોગવટામાં જ પૂરી કરી નાખીએ તો પૂરી થાય, પણ પછી આગળ શું ? અહીં તમને એક ઉપયોગીદૃષ્ટાંત આપું. એક રાજા ઘોડા પર બેઠો. તે વખતે બે બહેનપણીઓ લાકડાં વીણવા જઈ રહી છે. • આ બેમાં એક વિદુષી છે, બીજી ઓછી ભણેલી છે. બેય બહેનો જંગલમાં લાકડાં–છાણાં વીણવા જઇ રહી છે. પેલા રાજાને થયું : ઘોડા ઉપર મને ફાવતું નથી. એટલે એણે ઘોડાને ઊભો રાખ્યો અને હુકમ કર્યો. એટલે તરત જ નોકર આગળ આવ્યો અને હાથી રજૂ કર્યો : 'સાહેબ, આપ હાથી ઉપર બિરાજો.' પછી પેલે રાજા હાથી પર બેઠો. થોડી વાર પછી એણે કહ્યું : ‘હાથી ઉપર પણ મને ફાવતું નથી.” એટલે એના માટે પાલખી આવી. રાજા પાલખીમાં બેઠો અને આગળ ચાલ્યો. આગળ ચાલતાં પડાવ આવ્યો. તંબુ બાંધેલા હતા. ગાલીચા બિછાવેલા હતા. રાજાસાહેબ પાલખીમાંથી ઊતર્યા અને સીધા ગાલીચામાં જઈને લાંબા થઈ ગયા. પગચંપી કરનારા આવ્યા અને પગ દાબવા લાગ્યા. માલીસ કરનારા માલીસ કરવા લાગ્યા. - લાકડાં અને છાણાં વીણનારી પેલી જે છોકરી હતી તે જોતી જોતી ચાલી જાય છે. એમને વિચાર આવ્યો કે આ બધું શું ? પહેલા ઘોડા ઉપર બેઠા, પછી હાથી ઉપર બેઠા, વળી પાછા પાલખીમાં બેઠા. પછી અહીં આવીને સૂઇ ગયા. એને વળી થાક ક્યાંથી લાગ્યો કે આ પગચંપી ચાલે છે? . એટલે એક પ્રશ્ન ઉઠાવ્યો : ઘડે છે હાથી ચઢે, હાથી સે સુખપાલ, - કબકા થાકા હે સખી, પડા દબાવે પાંવ ? એક છોકરી બીજીને પૂછે છે, એને ક્યારે થાક લાગ્યો કે આ સૂતાં સૂતાં પગ દબાવરાવી રહ્યો છે ? એને આ બેસવાનો થાક તે નથી લાગ્યોને? શ્રમનો અભાવ પણ ઘણી વાર શ્રમ ઉત્પન્ન કરે છે.Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172