Book Title: Prakashni Kedi
Author(s): Chitrabhanu
Publisher: Punit Prakashan Mandir

Previous | Next

Page 155
________________ પણ એથી મને શું ફાયદો થશે? એટલે કોઈ પણ વિચાર આવે તેને અમલમાં મૂકતાં પહેલાં ગળતાં શીખે. જો તમે વિચારને ગળશો તો પરિણામ એ આવશે કે કચરો બાજા પર રહી જશે અને વિચાર શુદ્ધ થશે. જો વિચારને ગળે નહિ ને આવેલા વિચારને તરત જ અમલમાં મૂકી દે, તો અનેક દુ:ખ સહેવા પડે. આત્માને ખોરાક એટલે પ્રેમ, મૈત્રી, ક્ષમા, કારુણ્ય અને માધ્યસ્થ. પરંતુ આ આત્મા આજે એવી દીવાલની પાછળ કેદી બનેલો છે કે, એને જે ખોરાક જોઇએ છે તે એને મળતો નથી. પાંચ ઇન્દ્રિયોનાં બારીબારણાંમાંથી જે ખોરાક આવે છે, તે જ એને આજે લેવો પડે છે. આ ખોરાક આત્માનો મૌલિક રાક નથી અને એથી જ આત્માને એ સ્વસ્થ રહેવા નથી દેતો. આ જીવન એક દિવસ અહીં જ પૂરું થઈ જવાનું છે. એની દિવ્યતા, પ્રકાશમય તત્ત્વ, પ્રેમમય તત્ત્વને પૂર્ણ કક્ષાએ વિકસાવવા માટે જ માનવ અહીં આવ્યો છે. • માનવી જ્યાં હોય ત્યાં વસીને પણ પ્રેમ, ક્ષમા, કારુણ્ય, મૈત્રી, માધ્યસ્થ, આ બધા સગુણોને જો કેળવવા માંડે તો ધીમે ધીમે દેહભાવમાંથી એ મુકત બનતો જાય છે. એક સાધુ હતા. એક ગામમાં એ વ્યાખ્યાન આપતા. લોકો રસપૂર્વક સાંભળવા આવતા. એક શેઠ પણ દરરોજ સાંભળવા જતા. એમને ત્યાં એક સુંદર પોપટ હતો. પોપટને પણ બંધનમુકિતનો વિચાર આવ્યો. એટલે પેલા શેઠને કથામાં જતી વખતે કહ્યું : “શેઠ, એક કામ ન કરો ? તમે જાઓ ત્યારે પેલા સાધુને પૂછજો કે, મુકિત કેમ પમાય? છુટાય કેમ?” પેલા શેઠે વિચાર કર્યો : “આવો વિચાર મને નથી આવતો અને પોપટને કેમ આવે છે ?” શેઠને આજ સુધી ખબર નહોતી કે જેને જિંદગી જેલ જેવી લાગે છે. એમને જ છૂટવાનું મન થાય છે... જ્યારે કેટલાક ટેવાઈ ગયેલા લોકો તો દેહની કેદમાં રહેવામાં પણ આનંદ માનતા હોય છે. એમને એ કેદ જ નથી લાગતી, પછી છુટવાનો વિચાર જ આવે કયાંથી? * વ્યાખ્યાન પૂરું થયું કે લોકો વિખરાયા એટલે પેલા શેઠે સાધુ પાસે જઇને પૂછયું : “મહારાજશ્રી, મુકિત કેમ મળે? આ પ્રશ્ન કોને છે? તમારો તે નથી જ લાગતો.” ‘મહારાજ, આ પ્રશ્ન મારા પોપટનો છે.” આટલું સાંભળીને મહારાજ તે જ્યાં હતા ત્યાં જ ઢળી પડયા. શેઠ તો પંખો નાખ્યો. એને થયું કે આ તે કેવો પ્રશ્ન ? પ્રશ્ન સાંભળીને આ

Loading...

Page Navigation
1 ... 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172