Book Title: Prakashni Kedi
Author(s): Chitrabhanu
Publisher: Punit Prakashan Mandir

Previous | Next

Page 161
________________ રહેતા, જેની આગળ ઇન્દ્ર ચામર ઢોળતા હતા, એ વીર હતા, રૂપાળા હતા, જ્ઞાની હતા, વેદોની એની મીમાંસા પણ અદ્ભુત હતી, એ રાવણે બધે જ વિજયપતાકા ફરકાવી હતી પરંતુ સીતાજી સમક્ષ પામર બન્યો હતો. રાવણ આવીને કહે છે, ‘ રામ એટલે જંગલમાં ફરનારો, રામ એટલે વનમાં ભટકનારો. રામ એટલે વલ્કલ પહેરનારો. અને હું એટલે ત્રણ ભુવનને સ્વામી. તું મારા પર પ્રસન્ન થાય તે દાસ બનવા પણ તૈયાર છું.’ તે વખતે સીતાજી કહે છે, ‘ જે માણસમાં દાસ બને એવા વામણા માણેસાની સામે તો હું નજર નાખવામાં પણ પાપ સમજુ છુ.. કારણ કે, જે વાસનાઓને ગુલામ છે, તે આખી દુનિયાને ગુલામ છે. ' આ છે સ્ત્રીની શકિત ! બર્નાર્ડ શો એક ઠેકાણે લખે છે: ‘Give me that. man, who is not passion slave and I will wear him in my heart's corner. ' મને એવા માણસ બતાવેા, જે વાસનાઓના, વૃત્તિઓના ગુલામ નથી. એને હું હૃદયના ખૂણામાં સાચવી રાખીશ. અમે નાના હતા ત્યારે એક વાર મદ્રાસના વિકટોરિયા ગાર્ડનમાં ફરવા માટે ગયેલા. એક મેટો શેર (સિ ંહ) સૂતા હતા. અમે બધા ભાઈબંધા તાફાને ચઢયા હતા. પેલા પોઢેલા શેરનુ` ટીખળ કરવા માટે જરાક પૂછડું ખેંચ્યુ’. થોડીક વાર તા એ ન બાલ્યા, પણ પછી તા એવી ગર્જના થઇ કે અમારે ભાગવું પણ ભારે પડી ગયું. બહાર દોડી જઈને અમે થ્રૂ જવા લાગ્યા. હતા તો એ પાંજરામાં, પણ એની શકિત, એની ગર્જના એટલી બધી જબરદસ્ત હતી કે અમે દોડીને દરવાજા બહાર જઈને ઊભા રહ્યા. છતાં અમારા હૃદયમાં સિ હની ગર્જનાના પડઘા સંભળાતા હતા. આ જ રીતે એ સિંહની શકિત છે કે જે તમારામાં પોઢેલી છે. એ શકિત આજે સૂતેલી છે, એ ઊંઘનાં ઝોકાં ખાય છે. એ શકિતને જગાડો, બહાર લાવા અને પછી તમે જજુએ કેતમારામાં કઈ જાતનું તેજ આવે છે. આ શકિત પ્રગટ કરવા માટે આપણે સૌથી પહેલી વાત લક્ષ્મીની વિચારી. બીજી વાત કાળી—મહાકાળીની પણ વિચારી. એની સાથેસાથે, એક ત્રીજી શકિતની પણ જરૂર છે . એક બાજુ પ્રસન્નતા હાય, બીજી બાજુ રુદ્રતા હાય, પણ એ પ્રસન્નતા અને રુદ્રતાની વચ્ચે કોઈક બ્રિજ (પૂલ) તા હોવા જોઇએ, સેતુ તા હોવા જોઇએ. એ બંનેને જોડનારો પૂલ—સેતુ એટલે સરસ્વતી. બસ, એટલા જ માટે અમાસના દિવસે સરસ્વતીનું પૂજન થાય છે -ચોપડાપૂજન થાય છે . આ ત્રણને જુદી જુદી રીતે ગોઠવવામાં આવેલ

Loading...

Page Navigation
1 ... 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172