Book Title: Prakashni Kedi
Author(s): Chitrabhanu
Publisher: Punit Prakashan Mandir

Previous | Next

Page 163
________________ રંગમાં, વાનમાં, દેખાવમાં, આકૃતિમાં, આંખમાં અને ઊંચાઈમાં કયાંય ફરક જ ન મળે. બધાય જોયા જ કરે. પણ એમાં મા કોણ અને દીકરી કોણ એને પત્તો જ ન ખાય. મોટામોટા વિદ્વાન બેઠા હતા. રાજા પ્રસેનજિત પણ ઊંચનીચો થત હતો. પણ કંઈ વળતું નહોતું. આખરે મહામંત્રી મૃગધર સામે નજર ગઈ અને આનો ઉત્તર આપવાનું સૂચવ્યું. | મુગધર ઊભો થવા તો ગયો. પણ એને વિચાર આવ્યો કે ઊભો થઈશ ને જો ઓળખી શકીશ નહિ તે આજ સુધીની મારી બુદ્ધિની પ્રતિભા, જે ચારે બાજ પ્રસરેલી છે તેને બટ્ટો લાગશે. ઊભા થયા પછી ઘોડીને ઓળખવી કેમ એ પ્રશ્ન બહુ જટિલ હતો. પ્રશ્નોને ઉકેલે એનું નામ જ પ્રજ્ઞા છે. એની આ પ્રજ્ઞા ઝાંખી પડતી લાગી. એટલે મૃગધરે કહ્યું: “આજ નહિ, ત્રણ દિવસ પછી ઉત્તર આપીશ.” પણ ત્રણ દિવસ પછી પણ ઉત્તર આપવો કયાંથી ? આ હેવાઉકલતનો સવાલ છે–અંદરની શકિતનો પ્રશ્ન છે. પછી તો મૃગધર ઘેર ગયા. જમવા બેઠા. ભોજન પીરસાય છે, પીરસેલા ભેજનમાંથી એક કોળિયો લીધો, અને પાછા વિચારે ચઢી ગયા. ક્યાંય સુધી બસ એમ ને એમ જ બેસી રહ્યા. વિશાખા વિચાર કરે છે કે, આજે સસરા ચિંતામાં કેમ પડી ગયા છે? એણે પૂછયું : “પિતાજી, આજે તમે ચિંતામાં કેમ જણાઓ છો?” બેટા, એ બધી રાજદ્વારી વાતો છે. એમાં તમારું કામ નથી.’ ના બાપુ, કહેવાનું હોય તે જરૂર કહો. અમે સ્ત્રીઓ ભલે ઘરમાં બેસી રહીએ, પરંતુ અમારી હાટડીમાં પણ થોડે એવો જ્ઞાનનો દીપક બળતો હોય છે. એના અજવાળે કોઇક વાત ઉકેલી શકાય તેમ હોય તો વળી ઉકેલી પણ નાખીએ.' . “પણ બેટા, એ સમસ્યા તો એવી કઠિન છે કે, મારા જેવાથી પણ નથી ઊકલતી.” બાપુ, વાત તો સાચી છે, પણ કેટલીક વાર એવું બને છે કે મોટાએથી ન ઊકલતી સમસ્યા કદીક વળી નાનકડાં ઉકેલી નાખે છે. કેટલીક જગા એવી હોય છે કે તેમાંથી જાડા–મોટા માણસો નીકળી શકતા નથી, જ્યારે નાના હોય તે તરત જ નીકળી જાય છે.' મુગધરે માંડીને પૂત્રવધૂને બધી વાત કહી.

Loading...

Page Navigation
1 ... 161 162 163 164 165 166 167 168 169 170 171 172