Book Title: Prakashni Kedi
Author(s): Chitrabhanu
Publisher: Punit Prakashan Mandir

Previous | Next

Page 165
________________ પેલો આરબ કહે : “મૃગેધર, આ પ્રશ્ન તમે નથી ઉકેલ લાગત. તમે જશ ખાટી જાવ એ જાદી વાત છે.' મૃગધર કહે, “મેં નથી ઉકેલ્યો તો પછી તેણે ઉકેલો છે?” મા સિવાય આ પ્રશ્નનો ઉકેલ બીજી કઈ લાવી શકે નહિ. એટલે આ પ્રશ્નનો ઉત્તર કોણે આપ્યો છે તે મને કહો.' ત્યારે મૃગધરે કહ્યું: “મારી એક પૂત્રવધૂ છે. એનું નામ વિશાખા છે. એ મગધથી આવેલી છે. ભગવાન મહાવીર અને ભગવાન બુદ્ધ માં થઈ ગયા એ પવિત્ર ભૂમિમાંથી એણે સંસ્કાર મેળવેલા છે. એ દીકરીએ મારી આ સમસ્યા ઉકેલી છે. સીત્તેર વર્ષની વૃદ્ધાવસ્થામાં અને જ્યાં હું નિષ્ફળ નીવડવાનો હતો ત્યાં મારી વહુએ મને સફળ બનાવ્યો છે.' આખી સભા દિમૂઢ બની ગઈ. રાજા પ્રસેનજિતે કહ્યું: “મારે તમારી પુત્રવધૂનાં દર્શન કરવાં છે. એને હાથી પર બેસાડી માન સહિત બોલાવો.' અને વિશાખાને માન સહિત બેલાવવામાં અ વી. રાજસભામાં બેસાડવામાં આવી. અને પછી મૃગધરે એક વાત પૂછી. આ વાત તમારે સમજીવા જેવી છે. મુગધર કહે : “આજે તે મારી સમસ્યા ઉકેલી આપી છે ત્યારે મને એક વાત પૂછવાનું મન થાય છે. લગ્નવેળાએ તારાં માબાપે તને શિખામણમાં જે ચાર વાતો કહી હતી તે આર્જ મને યાદ આવે છે, અને એટલે જ મારા મનમાં એક સવાલ ઊભો થયો છે. વિશાખા કહે છે, “પૂછો બાપુ, આપને જે પૂછવું હોય તે પૂછો.' “જ્યારે તું સાસરે આવવા નીકળી ત્યારે તારી આંખમાં મોતી જેવાં બે આંસુ હતાં. એ આંસુ સહિત જ્યારે તે તારાં પિતા અને માતાની ચરણરજ માથે ચઢાવી ત્યારે તેમણે તેને વિદાયવેળાના આશીર્વાદ આપ્યા હતા. આશીર્વાદમાં તેમણે કહ્યું હતું કે, “બેટા, તને મોટી કરી, તને કપડાં, દાગીના અને સુખસમૃદ્ધિ આપી તેથી અમારા મનને સંતોષ નથી થયો. પરંતુ અમે તને સંસ્કાર આપ્યા છે એટલો જ અમને સંતોષ છે. તું આજે હવે જાય છે, પરંતુ અમારી ઇજજત રાખવી એ તારા હાથની વાત છે. એટલે બહેન, આ ચાર વાત તું ધ્યાનમાં રાખજે. સૂરજ અને ચંદ્રને પૂજતી રહેજે, અગ્નિ સાથે અડપલાં કરીશ નહિ. આરસીને ચોખ્ખી રાખજે. દેજે, પણ લઇશ નહિ. મને આ ચાર વાત યાદ આવે છે. અને એમ થાય છે કે, તને તારાં માબાપે આપેલ શિખામણમાંથી કંઈ કરતી તે દેખાતી નથી. સવારમાં ઊઠીને નથી તો તું સૂરજ અને ચંદ્રને પૂજતી, નથી આરસીને

Loading...

Page Navigation
1 ... 163 164 165 166 167 168 169 170 171 172