Book Title: Prakashni Kedi
Author(s): Chitrabhanu
Publisher: Punit Prakashan Mandir

Previous | Next

Page 168
________________ જીવનની વાત મળી રહી હતી. સૌ મુગ્ધ હતાં. મુગધરે કહ્યું: બેટા, ખરેખર! આરસી તે બરાબર માંજી છે. ઘરને તો તે સ્વર્ગ બનાવી દીધું છે.” વિશાખાએ વાત આગળ ચલાવી : “મારાં માબાપે ચોથી વાત એ કહી હતી કે, દેજે ખરી, પણ લઈશ નહિ. અને વળી આગળ એમ પણ કહ્યું હતું કે, જે ખરી, પણ દઈશ નહિ. આ બે વાતમાં પહેલી વાત દાન માટેની હતી. અને બીજી વાત ગાળ માટેની હતી. દાન દેવું ખરું, પણ લેવું નહિ; અને ગાળ લેવી ખરી, પણ દેવી નહિ.” જીવનમાં આ બેય વાત કેળવવાની છે. દાન લેવું નહિ. કોઈ આપે તે લેવા માટે હાથ લંબાવવો નહિ. પરંતુ જે લેવા આવે તેને શકિત પ્રમાણે આપતા રહેવું. દાનમાં દેવાનું છે, પણ લેવાનું નથી. કોઈ આપણને દાન શું આપતા હતા ? આપણે જ આપણા પુરુષાર્થથી ઊભા રહેવું જોઈએ. કોઈની પણ વસ્તુ, જો એક વાર પણ તમે લીધી, તો પછી એના ઉપકારની છાયા તમારી પાંપણ ઉપર એવી જામી જશે કે તમારી નમી ગએલી દષ્ટિ ઊંચી પણ નહિ થઈ શકે. પછી તમે કંઈ નહિ કરી શકો. દ્રોણાચાર્ય જેવા વીર અને ભીષ્મ પિતામહ જેવા સમર્થ પુરુષે પણ કૌરવોના ઉપકારભાર નીચે દબાયેલા હોવાથી દ્રૌપદીનાં કપડાં ઊતરતાં હતાં ત્યારે નીચું ઘાલી બેઠા હતા. એનું કારણ મહાભારતમાં તેમણે જાતે જ કહ્યું છે કે, “અર્થનામ દાસ વયમ–અમે અર્થના દાસ થઈ ગયા છીએ.' આ કૌરવોએ અમને પિષ્યા એની શરમથી અમે દબાઇ ગયા છીએ. મહાભારતનું આ વાકય જીવનમાં યાદ રાખવાનું છે–તમે કેઈનીય પાસેથી કંઈક દાન લીધું એટલે ખલાસ. તમારો આત્મા અને તમારું સ્વમાન મરી જશે. ગાળની બાબતમાં આથી ઊલટું છે. ગાળ લેજો ખરા, દેશ નહિ. બીજાનાં ગમે તેવાં કડવા વેણ આવે, ગમે તેટલી કડવી વાણી આવે, કડવા વિચાર આવે, તેને અમૃત બનાવીને અંદર ઉતારજો, પણ જબાનથી ઉત્તર ન આપશે.’ તમે જો સામાના ક્રોધને ઉત્તર ક્રોધથી નહિ આપે તે સામાને ઠંડું થવું જ પડશે. - આમ બોલતાં બોલતાં વિશાખાએ કહ્યું: “હે પિતાજી, આજ સુધી લોકેએ મારા માટે ગમે તેમ કહ્યું હોય, છતાં મેં કાને સાંભળ્યું જ છે. કેઈ દિવસ સામે ઉત્તર આપ્યો છે ખરો ?” મુગધર કહે, “ના બેટા, તું કદી બોલી જ નથી.'

Loading...

Page Navigation
1 ... 166 167 168 169 170 171 172