Book Title: Prakashni Kedi
Author(s): Chitrabhanu
Publisher: Punit Prakashan Mandir

Previous | Next

Page 167
________________ આજે તે રસ્તે ગમે ત્યાં જતાં-આવતાં, ગમે તેમ વર્તવું, ગમે તેમ ફરવું, ગમે તેમ મશ્કરીઓ કરવી, અને ગમે તેવા નિર્લજજ ચેનચાળા કરવા એ એક ફેશન બની ગઇ છે. આ ફેશનને લીધે જ આપણી શિસ્ત અને આપણી સંસ્કારિતા નષ્ટ થઈ રહી છે અને આપણા સમાજનો ધ્વંશ થઇ રહ્યો છે. આગળ ચાલતાં વિશાખા કહે છે : “હવે આપણે ત્રીજી વાત વિચારીએ. મારાં માતપિતાએ આરસી ચોખ્ખી રાખવાનું–માં જતા રહેવાનું સૂચવ્યું હતું. આ આરસી એટલે ઘરનું આંગણું અને સ્ત્રીનું શિયળ. ઘર એવું સ્વચ્છ હોવું જોઈએ કે એમાં જરા પણ કચરો ન દેખાય. જરા પણ અવ્યવસ્થા ન હોય. ' કપડાં નવાં હોય કે જૂ નાં, પણ ઘડી કરીને મૂકવાં જોઈએ. એક કપડું આમ ફેંકીએ અને એક કપડું તેમ ફેંકીએ એ ન ચાલે. માણસની રૂમની અવ્યવસ્થા એવી હોય કે કોઈ માણસ અણધાર્યો આવે તો શરમાવું પડે, એ કેવું ? જેમ ધોયેલાં કપડાંને ઘડી કરીને મૂકવાની જરૂર છે, તેમ મેલાં કપડાંને પણ જ્યાં સુધી ધોવાય નહિ ત્યાં સુધી ઘડી કરીને મૂકવાની જરૂર છે. આવી ટેવ પાડશો તો તમારું ઘર અને આંગણું સુંદર લાગશે. માણસનું પ્રત્યેક કામ વ્યવસ્થિત અને સુંદર હોવું જોઈએ, જેથી બીજાની આંખને એ ખરાબ ન લાગે. વ્યવસ્થા સુંદર લાગે છે, જ્યારે અવ્યવસ્થા આંખને અકળાવી દે છે. આંગણું તે સ્વચ્છ જ હોવું જોઈએ. જ્યાં-ત્યાં થુંકાય નહિ. જ્યાંત્યાં ગંદકી કરાય નહિ. જ્યાં-ત્યાં કચરો નંખાય નહિ. જ્યાં-ત્યાં કાગળ કે કપડાંના ડૂચા નખાય નહિ અને જીવન પણ જેમતેમ જિવાય નહિ. જેની વ્યવસ્થા સુંદર, એનું આંગણું સુંદર. જેનું આંગણું આરસી જેવું સુંદર હોય એનું હૈયું પણ એવું જ સુંદર હોય, અને તેથી જ એને આંગણે આવનારો ઉમળકાભેર આવે. જેમ આંગણું ચોખ્ખું હોવું જોઈએ તેમ શિયળ પણ ચોખું હોવું જોઈએ.’ “ચારિત્ર્ય તો એટલું બધું નિષ્કલંક, તેજસ્વી અને ઉજજવળ હોવું જોઈએ કે, જેમ અગ્નિમાંથી દોષ કાઢી શકાતું નથી તેમ શિયળમાંથી પણ કોઇ દોષ કાઢી શકાય નહિ. કહે પિતાજી, આંગણું અને શિયળ ચોખું ને નિષ્કલંક રાખીને મેં આરસી નથી માંજી ?' મૃગધર અને રાજસભાને તો વિશાખાની વાતમાંથી કંઇક વિશિષ્ટ

Loading...

Page Navigation
1 ... 165 166 167 168 169 170 171 172