Book Title: Prakashni Kedi
Author(s): Chitrabhanu
Publisher: Punit Prakashan Mandir

Previous | Next

Page 164
________________ સહેલી વાત છે. વિશાખા કહે : ‘ અરે, આ ત બહુ મહામંત્રી તો આભા બન્યો, ‘કેવી રીતે સહેલી છે ? આ તે કઇ . પેંડા ખાવાની વાત છે ?’ (ઘોડીને) સવાલ છે...અને સ્ત્રી જ ઉકેલી ‘ના, પરંતુ આ સ્ત્રીને શકશે; પુરુષો ઉકેલી નહિ શકે.’ આજે આપણા કાર્ય કરો શ્રી—સમસ્યા ઉકેલવા મેદાનમાં આવ્યા છે. પરંતુ એ પેાતાના ઘરની જ સમસ્યા ઉકેલી શકતા નથી ત્યાં બીજી સમસ્યા · કયાંથી ઉકેલવાના હતા ? ઘરમાં તે લડાલડી થતી હોય, ઘરમાં તે ભાઈ સાહેબની કશી ગણના ન હોય, અને દુનિયામાં સ્ત્રી-સમસ્યા ઉકેલવા નીકળી પડયા છે, તે બધા ઘરના દાઝેલા અને બળેલા છે. સ્ત્રીના પ્રશ્ન સ્ત્રી સિવાય અન્ય કઈ ઉકેલી શકવાનું નથી; એટલે જ સ્ત્રીએએ પ્રજ્ઞા કેળવવાની છે. ભૃગધર કહે : ‘ કેવી રીતે ?’ વિશાખા કહે : ‘જુઓ, સીધી જ વાત છે. મા પાસે વાત્સલ્ય છે, મા પાસે સ્નેહ છે, કરુણા છે, ક્ષમા છે.’ મૃગધર કહે, “ એ વાત તેા હું જાણું છું. પણ અહીં એ વાતની શી ઉપયોગિતા છે ?’ વિશાખા કહે : ‘ એ જ કહું છું. આવતી કાલે રાજસભાની અંદર બન્નેને ઊભી રાખજો, અને બેયની સામે એકએક ઘાસના પૂળા મૂકી દેજો. મા હશે તે ઠરેલ હશે, દીકરી હશે તે ઉતાવળી હશે. દીકરી ઝપાઝપ કરતી ખાઇ જશે, મા ધીરેધીરે ખાશે. વળી, મા ખાઈ રહેશે તો પણ દીકરીના ઘાસમાં મોઢું નહિ નાખે. એને થશે કે દીકરીને ખાવા દો, પણ જો દીકરી પહેલી ખાઇ રહેશે તો માના ઘાસમાં માઢું નાખ્યા વિના નહિ રહે. અને જો દીકરી મોઢું નાખશે તો મા પેાતાનું મોઢું ઊંચું કરી નાખશે અને દીકરીને ખાવા દેશે. આ રીતે મા અને દીકરી પરખાઇ જશે.’ મૃગધરને થયું કે વાત તો બરોબર છે. બહુ જ સરળ સમસ્યા છે. બીજે દિવસે સવારે રાજદરબારમાં બેય ઘેાડીને ઊભી રાખવામાં આવી. બેયની સામે ઘાસના પૂળા મુકાયા. દીકરી હતી એણે ા ઝપાઝપ ખાવા માંડયું. મા હતી એણે ધીરેધીરે ખાવા માંડયું. દીકરી ખાઈ રહી એટલે માના પૂળામાં માં નાખ્યું. એટલે માએ પેાતાનું મોં ઉઠાવી લીધું. માના વાત્સલ્ય, પ્રેમ અને કરુણાનું દર્શન સૌ કોઈને થઇ રહ્યું. એટલે તરત જ Įગધર કહ્યું : ‘ જેનું માં ઘાસની બહાર છે અને હજી જે ખાય છે તે દીકરી છે.’

Loading...

Page Navigation
1 ... 162 163 164 165 166 167 168 169 170 171 172